કેપ્ટન તરીકે વિજય મેળવવામાં કોહલીએ લોઇડ-રિચાર્ડસને ઓવરટેક કર્યા

મંગળવારે અહીં પાંચમી વનડેમાં દક્ષિણ આફ્રિકાને પરાજીત કરવા સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીઍ વધુ ઍક રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું અને તેણે આ મામલે વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ કેપ્ટનો સર ક્લાઇવ લોઇડ અને સર વિવિયન રિચાર્ડસને ઓવરટેક કરી લીધા હતા. ૪૦ મેચમાં કેપ્ટનશીપ સંભાળીને સૌથી વધુ વિજય મેળવવામાં કોહલી બીજા નંબરે આવી ગયો છે. કોહલીઍ ૪૦ વનડેમાં કેપ્ટનશીપ સંભાળીને ૩૨માં વિજય મેળવ્યો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રીકી પોન્ટીંગ પહેલા નંબરે છે જેણે ૪૦માંથી ૩૩માં વિજય મેળવ્યો છે. જ્યારે ક્લાઇવ લોઇડ અને વિવિયન રિચાર્ડ્સ ૩૧ વિજય સાથે તે પછીના ક્રમે છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts