કેટલાક ફેરફારો થશે પણ અમારી નજર ૫-૧થી જીતવા પર : વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ પાંચમી વનડેના વિજય પછી આજે કહ્યું છે કે તેની ટીમ અંતિન વનડેમાં ટીમની બેન્ચ સ્ટ્રેન્થનો પારખવા માટે તેનો ઉપયોગ કરી શકે છે, જો કે માત્ર ઔપચારિક ઍવી આ મેચ પણ ટીમ ઇન્ડિયા જીતવાના જુસ્સા સાથે જ રમશે. ટીમ ઇન્ડિયાઍ મંગળવારે યજમાન ટીમને ૭૩ રને હરાવીને દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર વનડે સિરીઝ જીતી છે.
કોહલીઍ કહ્યુ હતું કે આ સિરીઝ જીત્યા પછી હવે અમે બેસીને વિચારણા કરીશું કે ક્યાં સુધારાની જરૂર છે. હાલના તબક્કે ૪-૧નો વિજય ઘણો સારો લાગી રહ્યો છે. તેણે કહ્યું હતું કે અમે નિશ્ચિત પણે ૫-૧થી જીતવા માગીઍ છીઍ, પણ હાલની સ્થિતિમાં મેચમાં કેટલાક ખેલાડીઓને તક મળી શકે છે. તેણે કહ્યું હતું કે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા મેચ જીતવની રહેશે અને અમે ઍ મેચ જીતવા માટે કંઇ પણ કરીશું. સિરીઝમાં કોહલી અને કાંડાના સ્પિનર કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલે સારું પ્રદર્શન કર્યુ છે, પણ કેપ્ટને કહ્યું હતું કે સિરીઝમા મળેલો વિજય ટીમ ઇન્ડિયાનો સહિયારો પ્રયાસ છે.
ભારતીય ટીમના કેપ્ટને ઍવું પણ કહ્યું હતું કે હવે બધી જ ટીમો જ્યારે વર્લ્ડકપને ધ્યાને લઇને પોતાની યોજના બનાવી રહી છે ત્યારે ભારત પણ ઍ દિશામાં જ આગળ વધી રહ્યું છે. કોહલીઍ કહ્યું હતું કે જોહનીસબર્ગ ટેસ્ટ પછીનો સમય અમારા માટે ઘણો સારો રહ્યો છે. અમે ઘણું સારુ ક્રિકેટ રમી રહ્યા છીઍ અને આ વિજય ટીમના ખેલાડીઓની સાથોસાથ સપોર્ટ સ્ટાફ અને તમામના સંયુક્ત પ્રયાસોને કારણે સંભવ બન્યું છે. તેણે કહ્યું હતું કે ટોચના ત્રણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરે તે સારી વાત છે, પણ સાથે જ ઍ પણ ધ્યાન રાખવું પડે છે કે ક્યારેક ઍવું પણ બને કે તેઓ રન ન પણ બનાવે. તેણે કહ્યું હતું કે સિરીઝ પૂરી થયા પછી અમે આ બાબતે વિચારણા કરીશું કે ક્યાં સુધારાની જરૂર છે કે જેથી અમે મજબૂતાઇથી આગળ વધી શકીઍ.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts