કૂતરાએ રમત રમતમાં માલિકને ગોળી મારી

  • 9
    Shares

 

અમેરિકામાં ઍક કૂતરાઍ રમત રમતમાં માલિકને ગોળી મારી દીધી હતી. આ કિસ્સો ફેર્ટ દોઝના લોવા ટાઉનનો છે. અહીંરિચર્ડ રેમ્મે પોતાના કૂતરા સાથે રમી રહુઆ હતા ઍટલામાં ત્યાં રાખેલી ગનના ટ્રિગર પર કૂતરાનો પગ પડ્યો અને ગોળી છૂટી ગઈ જેમાં રિચર્ડ ઘાયલ થયા. તેમણે આ ઘટનાની માહિતી બાદમાં પોલીસને આપી પણ પોલીસને પણ આ ઘટના પર વિશ્વાસ બેસતો ન હતો.

કૂતરાનું નામ બાલેવ છે અને તે ક્રોસ બ્રીડ પિટબુલ લેબ્રાડોર ડોગ છે. ઘટના બની ત્યારે તે માલિકના ખોળામાં છલાંગ લગાવવાનું શીખી રહ્યો હતો. ઍવમાં તેનાથી ૯ ઍમઍમ પિસ્ટોલની સેફ્ટી ક્લિપ ખૂલી ગઈ. ત્યાર બાદ તે જેવો રિચર્ડ પર કૂદ્યો કે તેનો પગ ટ્રિગરમાં ફ્સાયો અને ગોળી છૂટી ગઈ. જો કે ૫૧ વર્ષીય રિચર્ડને પગમાં ગોળી વાગતા બચી ગયા. તેમનું કહેવું છે કે આ અકસ્માત બાદ બાલેવ બહુ દુખી છે. તે તેમની પાસે બેસી રડ્યા કરે છે. પોલીસને પહેલા તો વિશ્વાસ ન બેઠો પણ હવે માને છે કે આ ઍક અકસ્માત હતો.

  • Related Posts