કાશ્મીર સરહદે આ વર્ષે સૌથી વધુ જવાનો શહીદ

  • 44
    Shares

 

જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા (આઈબી) પર સીમા પારથી થયેલા ગોળીબારના બનાવોમાં આ વર્ષે આજની તારીખ સુધી સીમા સુરક્ષા બળના ૧૧ જવાનોના મૃત્યુ થયાં છે જે છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી વધુ છે, એમ જારી કરાયેલા આંકડાઓથી જાણવા મળ્યુ હતું.

જમ્મુના રામગઢ સેક્ટરમાં એકલા આજના દિવસે જ અસિસ્ટન્ટ કમાન્ડેન્ટ રેન્કના અધિકારી સહિત સીમા સુરક્ષા બળના (બીએસએફ) ૪ જવાનોના મૃત્યુ થયાં હતાં.

મળેલા આંકડાઓ મુજબ આજની તારીખ સુધી ૩૨૦થી વધુ વગર ઉશ્કેરણીએ કરેલા ગોળીબારના બનાવો બન્યાં હતાં જેમાં ૧૧ બીએસએફ જવાનોના મૃત્યુ થયાં હતાં જ્યારે ૩૭ અન્ય ઈજાગ્રસ્ત થયાં હતાં.

તેની સરખામણીમાં ગયા વર્ષે જમ્મુ આંતરરાષ્ટ્રીય સીમા પર વગર ઉશ્કેરણીએ સીમા પારથી ગોળીબારના ૧૧૧ બનાવ બન્યાં હતાં જ્યારે ૨૦૧૬માં ૨૦૪ બનાવો, ૨૦૧૫માં ૩૫૦ બનાવો અને ૨૦૧૪ દરમિાયન ૧૨૭ બનાવો બન્યા હતાં.

ગયા વર્ષે નિશાન લગાવીને કરેલા ગોળીબાર અને મોર્ટાર હુમલામાં બીએસએફના ૨ જવાનોના મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય ૭ ઈજાગ્રસ્ત થયા હતાં જ્યારે ૨૦૧૬માં આ જ પ્રકારના બનાવોમાં બીએસએફના ૩ જવાનોના મૃત્યુ થયા હતાં અને ૧૦ અન્ય ઈજાગ્રસ્ત થયા હતાં.

વર્ષ ૨૦૧૫માં ૧ બીએસએફ જવાનનું મૃત્યુ થયુ હતું અને પાંચ અન્ય ઈજાગ્રસ્ત થયા હતાં જ્યારે વર્ષ ૨૦૧૪માં બીએસએફના ૨ જવાનોના મૃત્યુ થયા હતાં અને ૧૪ ઈજાગ્રસ્ત થયા હતાં.

આજે થયેલા બનાવમાં એએસઆઈ રામ નિવાસ પોસ્ટ પર તૈનાત હતાં ત્યારે તેમને સીમાપારથી કરાયેલા ગોïળીબારમાં ગોïળી વાગી હતી જ્યારે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા જતાં મોર્ટાર હુમલામાં અન્ય ૩ જવાનોના મૃત્યુ થયા હતાં.

 

  • Related Posts