કાવડીયાઅો પર ફૂલો વરસાવા હેલિકોપ્ટરના ઉપયોગમાં ૧૪ લાખ ખર્ચાયા

  • 76
    Shares

ઉત્તર પ્રદેશ સરકારે હેલિકોપ્ટર ભાડે લેવા માટે રૂ. ૧૪ લાખથી વધુ ખર્ચ કર્યા હતાં જેમાંથી પોલીસના વરિષ્ઠ અધિકારીઅોઍ મેરઠ અને તેની સાથેના જિલ્લાઅોમાં કાંવડીયાઅો પર ગુલાબની પાંખડીઅો વરસાવી હતી. ઍક અહેવાલ મુજબ રાજ્યના ગૃહ ખાતાઍ ૪ અોગસ્ટના રોજ મેરઠ અને તેની આસપાસના વિસ્તારોમાં ૭થી ૯ અોગસ્ટ સુધી અસરકારક નિરીક્ષણ માટે હેલિકોપ્ટર ભાડે લેવાની મંજૂરી આપી હતી. હેલિકોપ્ટરને રૂ. ૧૪.૩૧ લાખ રૂપિયામાં ભાડે લેવાયું હતું.

છેલ્લા બે દિસસથી ઍડિશનલ ડિરેક્ટર જનરલ પ્રશાંત કુમાર અને અન્ય વરીષ્ઠ અધિકારીઅોઍ તસવીરો પોસ્ટ કરી હતી અને ઍક વીડિયો પણ જાહેર થયો હતો જેમાં તે લોકો કાંવડીયાઅો પર ગુલાબની પાંખડીઅો વરસાવી રહ્ના હતાં. જા કે ગૃહ ખાતાઍ આવું કરવું ફરજીયાત છે તેવા આદેશ ક્યારેય આપ્યા ન હતો.

  • Related Posts