કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-૨૦૧૮ની લાલ જાજમ પર ઐશ્વર્યાની મનમોહક અદા

  • 30
    Shares

નવી દિલ્હી : બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ – ૨૦૧૮ ની લાલ જાજમ પર મન મોહી લેતો પ્રવેશ કર્યો છે. ૧૭મી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર નજરે પડેલી ઐશ્વર્યા રાયના દેખાવની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી હશે.

૭૧ મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શનિવારે સામેલ થયેલી અભિનેત્રી ઐશ્વર્યાઍ દુબઇના ફેશન ડિઝાઇનર માઇકલ સિનકો દ્વારા ડિઝાઇન કરાયેલ બટરફલાઇ પ્રિન્ટેડ સ્લીવલેસ બ્લ્યૂ ઍન્ડ બ્લેક ગાઉન પહેર્યો હતો અને પોતાની સુંદરતા અને લાવણ્યતા, દેહ લાલિત્યથી બધાંની બોલતી બંધ કરી દીધી હતી. ઐશ્વર્યા અહીં ઍકલી નહીં પરંતુ પોતાની પુત્રી આરાધ્યા બચ્ચનની સાથે સામેલ થઇ હતી.

ઐશ્વર્યાઍ પોતાનાં ઇંસ્ટાગ્રામ ઍકાઉન્ટ પર ઍક વિડિયો મૂકયો છે. જેમાં તે આરાધ્યાની સાથે ડાન્સ, મસ્તી કરતી દેખાઇ રહી છે. તેમાં ઐશ્વર્યા મોહક, તો આરાધ્યા પર રેડ ગાઉન બેહદ સુંદર લાગી રહ્યું છે.

  • Related Posts