કાન્સમાં સોનમ કપૂરે અપનાવી પોતાના પતિની સરનેમ

એક્ટ્રેસ સોનમ કપૂરે 8મે એ પોતાના બોયફ્રેંડ સાથે લગ્ન કર્યા હતા. લહન બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાના નામ સાથે પતિની સરનેમ લગાવી. ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર પર હવે તેનું નામ સોનમ કપૂર આહુજા છે. પોતાના આ નિર્ણય માટે એક્ટ્રેસની આલોચના પણ થઈ. સોનમ પ્રથમ વાર કાન્સમાં ઈન્ડિયા ટુડેમાં ઇન્ટરવ્યૂમાં પતિની સરનેમ લગાડવા પર પ્રતિક્રિયા આપી.

ઈન્ડિયા ટુડેને આપી એક્સ્ક્લુસિવ ઇન્ટરવ્યૂ માં સોનમ કપૂરે કહ્યું, હું લાંબા સમય થી આનંદ સાથે રિલેશનમાં હતી. આ નિર્ણય લેવા માં મને લાંબો સમય લાગ્યો. પોતાના નામ પાછળ સરનેમ લગાવવું અંતમાં મારી ચોઈસ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો લોકો ફેમિનિઝમ ખ્યાલને સમજી શકતા નથી, તો તેમને ઑનલાઇન જોવું જોઈએ અને તે વિશે વાંચવું જોઈએ.

તમને જણાવી દઈએ, જ્યારે સોનમે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેના નામ સાથે આહુજા લખ્યું હતું, ત્યારે ઘણાએ તેમના નિર્ણયને ટ્રોલ કર્યું હતું. તેમના ફેમિનિઝમને સપોર્ટ કરવા અંગે તેમના પર સવાલ ઉઠાવ્યા હતા.

  • Related Posts