કર્ણાટકમાં ભાજપ સૌથી મોટો પક્ષ પણ બહુમતી નહીં

  • 41
    Shares

કર્ણાટક ચૂંટણીના પરિણામોઍ આજે અનેપક્ષિત રહસ્ય ઉભું કર્યુ હતું, ભાજપ સ્પષ્ટ બહુમતીથી જરાક પાછળ રહેતાં કોંગ્રેસે તરત જ ત્રીજા ક્રમ પર આવેલાં જેડી (ઍસ)ને પોતાનો ટેકો આપ્યો હતો જેથી કેસરીયા પક્ષ સત્તાથી બહાર રહી શકે.

હવે બધાંની નજરો રાજ્યપાલ વજુભાઈ વાલા પર છે જેમણે નિર્ણય લેવાનો છે કે સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવા બોલાવે અથવા જેડી (ઍસ)-કોંગ્રેસ યુતિને બોલાવે જેમની બંનેની કુલ બેઠકો બહુમતીનો આંકડો મેળવી લે છે. ૨૨૪ સભ્યોવાળી વિધાનસભાની ૨૨૨ બેઠકો પર ૧૨ મેના રોજ ચૂંટણી યોજાઈ હતી.

બંને પક્ષ વજુભાઈ વાાલાને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા દોડી ગયાં હતાં, રાજ ભવનની બહાર બંને પક્ષના કાર્યકર્તાઓ ભેગાં થયાં હતાં.

શરૂઆતમાં ઍવું લાગી રહ્યુ હતું કે ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી પાંચ વર્ષ બાદ સરકારમાં આવશે પણ જેમ કે બધાં જ સર્વેમાં કહેવાયું હતું તે સરકાર બનાવવા માટેના ૧૧૨ના જાદુઈ આંકડાથી થોડા અંતરે ચૂકી ગયો હતો.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતું સવારે ઍવું લાગી રહ્યુ હતું કે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી જશે દરમિયાન અમે સારો દેખાવ કર્યો, જેડી (ઍસ)ઍ ઍટલો સારો દેખાવ કર્યો ન હતો. અને અંતમાં જ્યારે જેડી (ઍસ) અને કોંગ્રેસના આંકડાઓ ભેગાં કરવામાં આવ્યા ત્યારે અમને લાગ્યું અમે કરી શકીશું.

આઝાદનું નિવેદન આખા દિવસનું ઘટનાક્રમ દર્શાવે છે. દિવસની શરૂઆતમાં આવેલાં વલણને જોતાં ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરવા લાગ્યાં હતાં પણ દિવસના અંત સુધી પક્ષ સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી શકયો ન હતો.

ચૂંટણી પંચે જાહેર કરેલાં પરિણામો મુજબ કોંગ્રેસે ૭૪ બેઠકો મેળવી છે અને ૪ પર આગળ છે જ્યારે જેડી (ઍસ) ઍ કુલ ૩૭ બેઠકો મેળવી છે. જો કોંગ્રેસ બચેલી ૪ બેઠકો મેળવી લે છે તો તે બંનેની કુલ બેઠકો ૧૧૫ થશે જે સરકાર બનાવવા માટે પર્યાપ્ત છે. ભાજપે ૯૭ બેઠકો પર વિજય મેળવ્યો છે અને તે ૭ પર આગળ છે જેનો સરવાળો ૧૦૪ થાય છે.

યેદીયુરપ્પાઍ કહ્યુ હતું અમે સૌથી મોટા પક્ષ છીઍ ઍટલે રાજ્યપાલે સરકાર બનાવવા અમને તક આપવી જોઈઍ.

કોંગ્રેસ અને જેડી (ઍસ)ઍ ચૂંટણી પહેલાં ગઠબંધન કર્યુ ન હતું આ કારણથી જોવું રહ્યુ કે રાજ્યપાલ કુમારસ્વામીને સરકાર બનાવા આમંત્રિત કરે છે કે નહીં.

  • Related Posts