કરિશ્મા કપૂરે પૂર્વ પતિ સંજય કપૂરની સાથે પુત્રી સમાયરાનો જન્મદિન મનાવ્યો

મુંબઈ : ૧મી માર્ચના રોજ કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા કપૂરનો જન્મદિન હતો. આ પ્રસંગની જે તસવીરો સામે આવી છે તેમાં ઍ જોઇ શકાય છે કે સમાયરા પોતાનાં પપ્પા સંજય કપૂરની સાથે નજરે પડી રહી છે.

આ ઍટલા માટે પણ ખાસ છે કેમ કે કરિશ્મા કપૂર પોતાનાં પતિ સંજય કપૂરથી લગ્નના છૂટાછેડા ઘણાં સમયગાળા પૂર્વે જ લઇ ચૂકી છે. ઍ ખરેખર સમાયરા માટે તેની મમ્મી અને પપ્પા તરફથી ઍક ખાસ ભેટ હતી કે બંને ઍક સાથે તેનો જન્મદિન મનાવી રહ્યાં હતાં. ગમે તેમ ઍ સમાયરાનો ૧૩મો જન્મદિન હતો અને ઍ પ્રસંગે તે બેહદ ખુશ નજરે પડી હતી. સમાયરાની બાળપણની ઍક તસવીર કરિશ્મા કપૂરે સોશ્યિલ મીડિયા પર મૂકી છે.

  • Related Posts