કબજાવાળા કાશ્મીરમાં સેલ્ફિ લેતા સાત વિદ્યાર્થીઓ ડૂબ્યા

  • 11
    Shares

 

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં નદી પર બનેલો ઍક લાકડાનો પુલ તૂટી જતાં ઓછામાં ઓછા સાત મેડિકલ સ્ટુડન્ટ્સનાં મોત થયાં હતાં જયારે બીજા ૯ વિદ્યાર્થીઓ લાપતા છે. ૧૪ને બચાવી લેવાયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ફેંસલાબદ  અને લાહૌરની બેખાનગી મેડિકલ કોલેજના આશરે ૨૫ વિદ્યાર્થીઓ નીલમ ઘાટીના આ પુલ પર સેલફી  લેવા રોકાયા પણ પુલ ભાર સહન ન કરી શક્યો અને તૂટી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર બચાવ દળને સાત મૃતદેહો મળ્યા હતા જયારે બાકીના માટે શોધખોળ જારી છે. આ વિદ્યાર્થીઓ કોલેજ ટ્રિપ પર હતા. પાકિસ્તાન સેનાના જવાનો બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે પણ નદીનું ઠંડું પાણી અને તેજ પ્રવાહથી કામ મુશ્કેલ બન્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લાકડાનો પુલ ઍકી વખતે ચાર જણાનો બોજ સહન કરી શકે છે અને આ સંદર્ભે કાનૂની ચેતવણી પણ છે.

  • Related Posts