કથુઆના આરોપીઓઍ નાર્કો ટેસ્ટની માંગણી કરી

  • 18
    Shares

આઠ વર્ષીય બાળકી સાથે બળાત્કાર બાદ તેની હત્યાના કેસની સુનાવણી આજે શરૂ થઈ હતી જેમાં ૮ આરોપીઓઍ પોતે દોષી નથી ઍવી દલીલ કરતાં નાર્કો ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. થોડા દિવસ પહેલાં થયેલા કથુઆ કાંડે આખા દેશને હલાવી દીધો હતો જેના ૮ આરોપીઓ પૈકી ૭ને જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સંજય ગુપ્તા સમક્ષ ઉપસ્થિતિ કરવામાં આવ્યાં હતાં,

અદાલતે ક્રાઈમ બ્રાન્ચને ચાર્જશીટની નકલ આપવા કહ્યુ હતું અને આવતી સુનાવણી માટે ૨૮ ઍપ્રિલની તારીખ નક્કી કરી હતી. આઠમો આરોપી સગીર વયનો છે જેણે અદાલતમાં જામીન અરજી કરી હતી જેની સુનાવણી ૨૬ ઍપ્રિલના રોજ થશે.

૮ વર્ષની બાળકી લઘુમતી ભ્રમણશીલ જાતિની હતી આરોપ છે કે તેને કથુઆ જિલ્લાના ઍક નાના ગામના મંદિરમાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ઍક અઠવાડિયા સુધી કેદ કરીને રાખવામાં આવી હતી જે દરમિયાન તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મારી મારીને તેની હત્યા કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ આ ભ્રમણશીલ જાતિને વિસ્તારમાંથી હટાવવા માટે બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા યોજનાબદ્ઘ રીતે કરવામાં આવી હતી. સગીર વયના યુવક માટે અલગથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

સુનાવણી બાદ સાતેય આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે જેલ મોકલી દેવામાં આવ્યાં હતાં. સ્પેશલ પોલીસ ઓફિસર દીપક ખજીયા જેના પર બાળકી સાથે વારંવાર બળાત્કારનો આરોપ છે તેણે પણ નાર્કો ટેસ્ટ અને સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.

કથુઆના ઍક ગામમાં આવેલા દેવીસ્થાનની દેખરેખ રાખનારા સાંજી રામ આ કેસમાં મુખ્ય આરોપી છે. દરમિયાન મુખ્ય મંત્રી મહેબુબા મુફ્તી આ કેસને ફાસ્ટ ટ્રેક અદાલતમાં ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

 

  • Related Posts