કઠુઆ ગેંગરેપ અંગે કરીનાએ ટીકા કરતા કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી

ટ્રોલ કરનારાઓને સ્વરા ભાસ્કરે સખત જવાબ આપ્યો
મુંબઇ  જમ્મુ – કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની કન્યા સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાની દરેક જણ આહત છે. બોલિવૂડના ફિલ્મ સ્ટારો પણ પોતપોતાની રીતે એ ઘટના વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે.

શનિવારે કરીના કપૂરે પણ ઇંસ્ટાગ્રામ પણ એક તસવીર મુકી ઘટના વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો તો લોકોએ કરીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે કરીનાએ મુકેલ તસ્વીર પ્રત્યે ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, કરીનાને શરમ આવવી જોઇએ કે તેમણે હિંદુ હોવા છતાં એક મુસ્લિમ સાથે લગ્ન કર્યા અને પોતાનાં પુત્રનું નામ પણ એક ક્રૂર ઇસ્લામી શાસના નામ પરથી તૈમુર રાખ્યું. જોકે, કરીનાની ખાસ દોસ્ત સ્વરા ભાસ્કરે તે પ્રત્યે ટ્રોલર્સને સખત જવાબ આપ્યો છે.

સ્વરાએ ટિવટર પર સંદેશમાં લખ્યું હતું કે આપને શરમ આવવી જોઇએ કે આપ દુનિયામાં છો. એટલા માટે પણ આપને શરમ આવવી જોઇએ. કે ભગવાને આપને એવું મગજ આપ્યું જેને સાથે નફરથી ભયુઝ્ અને એક મોઢું આપ્યું છે જેમાં ફકત ગંદકી ભરેલી છે. આપ દેશ અને હિંદુના નામે એક ડાઘ, કલંક છો, શું આપ જેવા લકોનો જાહેરમાં આવી નિમ્ન કક્ષાની વાતો કરવાની હિંમત સરકાર પાસેથી મળી છે.

  • Related Posts