ઓસ્ટ્રેલીયામાં 15 રનમાં ઓલઆઉટ થઈ હતી આ ટીમ. 45 મિનિટમાં ખેલ ખતમ

114 વર્ષ પહેલા 9 ફેબ્રુઆરીએ 1904 નો એ દિવસ જ્યારે ઓસ્ટ્રેલીયાની ધરતી પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર નોંધાયો હતો. 114 વર્ષ પહેલા વિક્ટોરિયાની ટીમ પ્લમ વોર્નરની એમસીસી સામે માત્ર 15 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આખી ટીમ માત્ર 45 મિનિટમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી

આ મેચની શરૂઆત એક સામાન્ય મેચની જેમ જ થઈ હતી. વિક્ટોરિયાની ટીમે પહેલી ઇનિંગમાં 299 રન બનાવ્યા હતા. જવાબમાં એમસીસી ની ઇનિંગ 248/ રનમાં સમેટાઇ હતી. આમ પહેલી ઇનિંગના સહારે વિક્ટોરિયાની ટીમે 51 રનની સરસાઈ મેળવી હતી. 51 રનથી એમસીસીની ટીમના બોલરોએ એવી કમાલ કરી કે વિક્ટોરિયાની આખી ટીમ માત્ર 15 રનમાં ઓલઆઉટ થઈ ગઈ . એમસીસીના બોલર રોડસ એ 6 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. 67 રનનો લક્ષ્યાંક એમસીસીની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને મેળવી લીધ હતો.

તમને બતાવી દઈએ કે 103 વર્ષ પહેલા એક મેચમાં આખી ટીમ શૂન્ય રન પર પણ ઓલઆઉટ થઈ હતી. 1913માં લેંગપાર્ટના બધાજ બેટ્સમેન ખાતું ખોલવ્યા વગર જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ મેચ ગ્લાસ્ટોનબરી સામે રમાઈ હતી. ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલી વાર થયું હતું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીયે તો 1955માં એક ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સામે માત્ર 26 રન પર ઓલઆઉટ થઈ હતી. વર્ષ 2004માં ઝીમ્બાબ્વેની ટીમ શ્રીલંકા સામે 35 રનમાં પેવેલિયન ભેગી થઈ હતી.

  • Related Posts