ઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં દિગ્ગજોની સાથે પોન્ટિંગ સામેલ

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટિંગ તેમજ કેરન રોલ્ટન અને માજી ટેસ્ટ ક્રિકેટર નોર્મ ઓ નીલને ઓસ્ટ્રેલિયન હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની સત્તાવાર જાહેરાત સોમવારે ૨૦૧૮ ઍલન બોર્ડર મેડલ સમારોહમાં થશે. રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ અને વનડેમાં સર્વાધિક રન બનાવનારો ખેલાડી છે. તેણે ૧૬૮ ટેસ્ટમાં ૧૩,૩૭૮ રન અને ૩૭૫ વનડેમાં ૧૩,૭૦૪ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમના અધ્યક્ષ પીટર કિંગે કહ્યું હતું કે રિકી પોન્ટિંગ સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ અને વનડે ખેલાડીઓમાંથી ઍક છે.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts