ઓસ્ટ્રિયામાં બે ટ્રેનો અથડાતા મહિલાનું મોત; ૨૨ લોકો ઘાયલ

વિયેના : મધ્ય ઓસ્ટ્રિયાના સ્ટીરિયામાં ઘણી મોટી રેલવે ટ્રેન દુર્ઘટના સર્જાઇ ગઇ. આ દુર્ઘટનામાં ઍક મહિલાનું મોત નીપજયું છે અને ૨૨ લોકો ઘાયલ થઇ ગયા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ મધ્ય ઓસ્ટ્રિયાના સ્ટીરિયામાં સોમવારે બપોરે બે રેલ ગાડીઓ અથડાઇ ગઇ હતી. ટક્કર ઍટલી જોરદાર હતી કે તેમાં ઘણાં લોકો ઘાયલ થઇ ગયા હતા. ઘાયલ લોકોમાં ત્રણ બાળકો પણ છે.

સમાચાર સંસ્થાઍ અહેવાલમાં જણાવ્યું હતું કે લિયોબેનની પાસે નિકાલ્સકોર્ફમાં બપોરના સમયે બે યાત્રી ટ્રેનો ટકરાઇ ગઇ હતી. હજુ દુર્ઘટનાના કારણો જાણવા મળ્યા નથી. રેલવે ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ રેલ દુર્ઘટના બાદ રેલ સેવાને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાના કારણની તપાસમાં વહીવટી તંત્ર સંકળાયું છે. તપાસ પછી જ દુર્ઘટનાનું કારણ જાણવા મળશે

 

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts