ઓનલાઈન રેલવે ટિકિટ બુકિંગમાં ફેરફાર કરાયા

  • 10
    Shares

ભારતીય રેલવેના ઓનલાઈન પોર્ટલ IRCTC  થી લાખો ટિકિટ બુક કરવામાં આવે છે. ઘણી વખત જાણકારીના અભાવે પેસેંજર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ મુશ્કેલીઓને જોતાં રેલવેએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. એક યુઝર આઈડીથી મહિના દરમિયાન 6 ટિકિટ બુક થઈ શકતી હતી પરંતુ જો આધાર વેરિફાઇડ હશે તો 12 ટિકિટ બુક કરાવી શકશે. જોકે સવારે 8 થી 10 ના ગાળામાં માત્ર 2 જ ટિકિટ બુક કરાવી શકશે . જાણો અન્ય નિયમો…ક્વીક બુક સર્વિસ 8 થી 12 સુધીમાં નહીં મળે, લૉગિન, પેસેંજર ડિટેલ્સ, પેમેન્ટ વેબ પેજેસ માં કેપેચા ભરવા પડશે.

 

  1. પોતાના એકાઉન્ટ માટે જ્યારે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે તેમાં સુરક્ષા સવાલ પુછવામાં આવશે.

2. સવારે 8 થી 8.30 સુધી, સવારે 10 થી 10.30 સુધી અને સવારે 11 થી 11.30 સુધીમાં એજેંટ ટિકિટ બુક નહીં કરાવી શકે.

3. ટિકિટ બુક કરવાનો સ્ટાન્ડર્ડ ટાઈમ 25 સેકેન્ડ છે. કેપચા ભરવામાં 5 સેકન્ડ લાગશે

4. પેમેન્ટ કરવા માટે ઓટીપી ફરજિયાત આપવું રહેશે

5. જો ટ્રેન ત્રણ કલાકથી વધુ મોડી પડે તો તત્કાલ ટિકિટના પૈસા 100 ટકા રિફંડ આપવામાં આવશે

6. જો ટ્રેનનો રુટ ડાયવર્ટ થાય ને પેસેંજર મુસાફરી કરવા ન માંગતો હોય તો પણ 100 ટકા રિફંડને હકદાર રહેશે

  • Related Posts