ઓટોમેટિક ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ માટે સુરત મનપાને એવોર્ડ

સુરત મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ પ્રોજેકટ સાકાર કરવામાં આવી રહયા છે. ત્યારે સ્માર્ટ સિટીમાં સારી કામગીરી માટે સુરત મહાનગર પાલિકાને વધુ ઍક ઍવોર્ડ મળ્યો છે. સ્માર્ટ સિટી સ્કીમ અંતર્ગત (ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સીસ્ટમ) આઈટીઍમઍસની શ્રેષ્ઠ કામગીરી બદલ મનપાને ઍક્સપ્રેસ ગ્રુપ દ્વારા ઍવોર્ડ ઍનાયત કરાયો છે.
પૂણા ખાતે શુક્રવારે સાંજે આયોજીત ઍક કાર્યક્રમમાં મનપાને ઇન્ટેલીજન્ટ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ અંગેની કામગીરી માટે ઍવોર્ડ આપવામાં આવ્યો છે. આ કેટેગરી અંતર્ગત મનપા દ્વારા ઓટોમેટીવ વ્હીકલ લોકેશન સિસ્ટમ,ડેપો મેનેજમેન્ટ સિસ્ટમ, કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સિસ્ટમ વગેરેનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. વિવિધ શહેરો દ્વારા સ્માર્ટસિટી અંતર્ગત કરાઈ રહેલી કામગીરી માટે આ ઍવોર્ડ આપવામાં આવ્યા હતાં. જેમાં સુરત ઉપરાંત દિલ્લી, ચેન્નાઈ , હૈદરાબાદ વગેરે શહેરોને પણ આ ઍવોર્ડ આપવામાં આવ્યા છે.

  • Related Posts