એસવીએનઆઇટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીને અઘટિત પગલું ભરતા રૂમ પાર્ટનરોએ અટકાવ્યો!

ઇચ્છાનાથ સ્થિત એસવીએનઆઇટી કોલેજની હોસ્ટેલમાં યુપીવાસી સિનીયર વિદ્યાર્થી અંગત કારણોસર અઘટિત પગલું ભરી રહ્યો હતો. જેને તેના સાથી વિદ્યાર્થી મિત્રોએ  ઉગારી લીધો હતો. બાદમાં હોસ્ટેલના સ્ટાફે તેનું કાઉન્સિલિંગ કરી હાલમાં સંબંધીને ત્યાં રહેવા મોકલી આપ્યો છે.
શહેરની જાણીતી ઍસવીઍનઆઇટી (સરદાર વલ્લભભાઇ નેશનલ ઇસ્ટીટયુટ ઓફ્ ટેકનોલોજી)માં અભ્યાસ કરતો યુપીવાસી વિદ્યાર્થી કેમ્પસની હોસ્ટેલમાં રહે છે. ગત રવિવારે તેના રૂમ પાર્ટનર બહાર ગયા હતા અને તેઓ પરત આવ્યા ત્યારે યુપીવાસી વિદ્યાર્થી પોતાની જીવનલીલા સંકેલી લેવા માટે અઘટિત પગલું ભરવા જઇ રહ્યો હતો.

મિત્રને અઘટિત પગલું ભરતા જોઇ રૂમ પાર્ટનરો ચોંકી ગયા હતા અને તુરંત જ હોસ્ટેલના રૂમનો દરવાજો તોડી અંદર ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીને ઉગારી લીધો હતો.

આ ઘટનાની જાણ રૂમ પાર્ટનર અને હોસ્ટેલના સિકયુરીટી ગાર્ડઍ હોસ્ટેલના કો-ચેરમેન વી. ઍચ. પ્રપ્રધાનને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. કો-ચેરમેન પ્રપ્રધાને વિદ્યાર્થીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હોસ્ટેલની ફ્ી અને મેશના પૈસા વપરાય ગયા હોવાથી ટેન્શનમાં આવી પગલુ ભર્યુ હતું. પરંતુ હવેથી આવું પગલુ નહિ ભરે તેવી ખાત્રી આપી હતી.

કો-ચેરમેન પ્રધાને વિદ્યાર્થી ડિપ્રેશનમાં હોવાનું જણાતા તુરંત જ યુપી ખાતે રહેલા માતા-પિતાને જાણ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થી ડિપ્રેશનમાં પગલું  ભરવા જઇ રહ્યો હોવાથી તે પુનઃ નહિ કરે તેના તકેદારીના ભાગ રૂપે હાલમાં તેના પિતરાઇ ભાઇને ત્યાં રહેવા મોકલી આપ્યો છે.

 

  • Related Posts