એરીઝોના વિમાન અકસ્માતમાં યુવા ગુજરાતી ઉદ્યોગપતિ સહિત ૬ના મૃત્યુ

ઍરીઝોનાના પરા વિસ્તાર ફિનીક્સમાં ઍક નાનું વિમાન ગોલ્ફ કોર્સ પર તૂટી પડતાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં જેમાં ઍક યુવા ભારતીય ઉદ્યોગપતિ સામેલ છે. નજીકના ઍરપોર્ટથી ઉડાન ભર્યાના તરત બાદ જ આ અકસ્માત સર્જાયો હતો, ઍમ અધિકારીઓઍ જણાવ્યું હતું.મૃતકની ઓળખ ૨૬ વર્ષીય આનંદ પટેલ તરીકે થઈ હતી જે વોટ્સ હેપ્પી ક્લોથિંગના સંસ્થાપક હતાં.

પાઈપર પીઍ-૨૪ કમાન્ચે વિમાન સોમવારની રાતે સ્કોટ્સડેલ ગોલ્ફ કોર્સ પર તૂટી પડયું હતું જ્યારે તે લાસ વેગાસ જઈ રહ્યુ હતું. જમીન પર પટકાતાં સિંગલ ઍન્જીનવાળા વિમાનમાં આગ લાગી ગઈ હતી જેમાં બેસેલાં સમસ્ત ૬ મુસાફરોના મૃત્યુ થયાં હતાં, ઍમ પોલીસે જણાવ્યું હતું. મૃતકોમાં બધાંની ઉંમર ૨૨થી ૨૮ વર્ષ સુધીની હતી.

આનંદ પોતાના મિત્રોમાં હેપ્પીના નામથી જાણીતો હતો તે પોતાના જોડિયા ભાઈ આકાશ પટેલ સાથે વર્ષ ૨૦૦૯માં અભ્યાસ માટે આવ્યો હતો. તેણે કપડાંનું કામ ચાલુ કર્યુ હતું અને ઈવેન્ટ પ્રમોટર તરીકે કામ કરતો હતો, તે ઍક કાંઠાથી બીજા કાંઠાઓ પર મિત્રો અને ગ્રાહકો સાથે મુસાફરી કરતો હતો જેમાં તે કેટલીક વખત સ્કોટ્સડેલમાં રોકાતો હતો. તેના ભાઈ આકાશે જણાવ્યું હતું આનંદ બહુ જ ઉર્જાવાન ઉદ્યોગપતિ હતો તેનામાં ગજબનું આકર્ષણ હતું.
વહીવટીતંત્રઍ વિમાન અકસ્માતની તપાસ હાથ ધરી છે.

  • Related Posts