એરસેલ-મેક્સિસ ડીલ મામલે કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ

  • 17
    Shares

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા મની લોંડ્રિંગ મામલે કાર્તિ ચિદમ્બરમ સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ઈડીએ આ મામલે પૂર્વ  કેન્દ્રિય મંત્રી પી. ચિદમ્બરના પુત્ર ક્રાતિ સામે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ચાર્જશીટમાં  કાર્તિ ચિદમ્બરમ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ આપરાધીક કાવતરું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં પી. ચિદમ્બરમના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

ચાર્જશીટ મુજબ આ મામલે ઈડીએ અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 9380 રૂપિયા જપ્ત કર્યા છે. જેમાં 26 લાખ 444 રૂપિયા ફિક્સ ડિપોઝિટ રૂપમાં છે જ્યારે કાર્તિ ચિદમ્બરમનું એક એકાઉન્ટ જપ્ત સીલ કરાયું છે જેમાં 90 નખ રૂપિયા છે. આ સિવાય પણ કાર્તિનું એક એકાઉન્ટ ઈડીએ સીલ કર્યું છે જેમાં 8936 રૂપિયા જમા છે.

 

  • Related Posts