એન્ડરસનને હટાવી ટેસ્ટ બોલર રેન્કિંગમાં નંબર વન બનતો રબાડા

આફ્રિકાનો ઝડપી બોલર કગિસો રબાડા પર ભલે તેના આક્રમક વલણને કારણે બે મેચનો પ્રતિબંધ મુકાયો હોય, પણ તેના માટે બીજા સારા સમાચાર ઍ આવ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં તેની ઉમદા બોલિંગના કારણે આઇસીસીના ટેસ્ટ બોલર રેન્કિંગમાં તે ઇંગ્લેન્ડના જેમ્સ ઍન્ડરસનને હટાવીને પહેલા ક્રમે પહોંચી ગયો છે. રબાડાઍ તેના આ શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે આઇસીસી રેટિંગ્સમાં ૯૦૦ પોઇન્ટનો આંકડો વટાવી લઇને કુલ ૯૦૨ પોઇન્ટ મેળવ્યા છે. તેની સામે બીજા ક્રમે ઉતરી ગયેલા ઍન્ડરસનના ૮૮૭ પોઇન્ટ છે. જ્યારે ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજા ૮૪૪ પોઇન્ટ સાથે ત્રીજા તો રવિચંદ્રન અશ્વિન બે ક્રમના સુધારા સાથે ૮૦૩ પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.
રબાડા ૯૦૦ પોઇન્ટ વટાવનારો વિશ્વનો ૨૩મો જ્યારે દક્ષિણ આફ્રિકાનો ચોથો બોલર બન્યો છે. તેના પહેલા વર્નોન ફિલેન્ડર, શોન પોલોક અને ડેલ સ્ટેન ૯૦૦ પોઇન્ટનો આંકડો વટાવી ચુક્યા છે. બેટિંગના રેટિંગ્સમાં સ્ટીવ સ્મીથ ૯૪૩ પોઇન્ટ સાથે પહેલા અને વિરાટ કોહલી ૯૧૨ પોઇન્ટ સાથે બીજા ક્રમે યથાવત રહ્યા છે. ઍબી ડિવિલિર્સ પાંચ ક્રમની છલાંગ લગાવીને સાતમાં ક્રમે પહોંચ્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા પણ પાંચ ક્રમનો કુદકો મારી ૧૬માં ક્રમે પહોંચ્યો છે.
આઇસીસી ટોપ ટેન ટેસ્ટ બોલર રેન્કિંગ
ક્રમ ખેલાડી દેશ રેટિંગ્સ
૧ રબાડા દ.આફ્રિકા ૯૦૨
૨ ઍન્ડરસન ઇંગ્લેન્ડ ૮૮૭
૩ જાડેજા ભારત ૮૪૪
૪ અશ્વિન ભારત ૮૦૩
૫ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા ૭૯૬
૬ વેગનર ન્યુઝીલેન્ડ ૭૮૪
૭ હેરાથ શ્રીલંકા ૭૭૭
૮ ફિલેન્ડર દ.આફ્રિકા ૭૭૬
૯ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા ૭૭૨
૧૦ લિયોન ઓસ્ટ્રેલિયા ૭૫૩

  • Related Posts