એક્શન પ્લાન : ટેક્સની બચત

૨૦૧૮નો ઍક મહિનો પસાર થઇને બીજો શરૂ થઇ ગયો છે, તમારા માટે ૨૦૧૭નું વર્ષ જે શિખ લાવ્યું તે અને તમારા ગોલ તેમજ રોકાણની સમિક્ષાની પ્રક્રિયા સાથે નવા વર્ષના નવા સંકલ્પો દ્વારા આગામી વર્ષ માટેના આયોજન સાથે વિતેલા વર્ષ અંગે મનન કરતાં તમે ઉજવણી અંગે જ વિચાર કરતા હશો. તમે તમારા રૂટિન શિડ્યુલ પર ચઢી જાઓ, તે પહેલા ઍક બાબત અંગે તમારું ધ્યાન દોરાય તે જરૂરી છે, અને તે તમારા ટેક્સ માટે આયોજન કે રોકાણની બાબત છે, ઘડિયાળના કાટા દોડવા માંડ્યા છે, હવે માત્ર ત્રણ જ મહિના બાકી રહ્યા છે.
આમ તો જો કે ટેક્સ માટેનું આયોજન વર્ષની શરૂઆતે જ થઇ જાય તે આદર્શ બાબત છે, ઍપ્રિલ મહિનામાં વર્ષ દરમિયાનના તમારા રોકાણને છુટું પાડીને આયોજન કરવા માટે તમારી પાસે પુરતો સમય હોય છે, તેમ છતાં આપણામાંથી ઘણાઍ ટેક્સ આયોજનની પ્રક્રિયાને શરૂ જ કરી નથી. તેથી વધુ સમય બરબાદ ન કરતાં તમે તાત્કાલિક તમારા ટેક્સના આયોજન માટે લાગી પડો.
તમારા ટેક્સની જવાબદારીની ગણતરી કરો : હવે જ્યારે સમય ઓછો જ રહ્યો છે ત્યારે પાછળથી ભુલ ન થાય તેને ટાળવા માટે આયોજન ઘડવું ચોક્કસ છે. તેથી તમારી વાર્ષિક આવકની ગણતરી કરો. તમારી પાસે નવ મહિનાના આંકડા તો છે જ, તેથી તમારે માત્ર ૩ મહિના જ નક્કી કરવાના બાકી છે. આટલું સામેલ કરવાનું યાદ રાખો :
– તમે જેની આશા રાખતા હોવ તે કોઇ વાર્ષિક બોનસ
– આગળના કોઇ રોકાણને ઉપાડી લેવાથી કે તાજેતરના કોઇ સંપત્તિના વેચાણથી થયેલો લાભ કે નુકસાન
– ફિક્સ્ડ ડિપોઝિટમાંથી કે પછી બચત ખાતામાંથી થયેલી વ્યાજની આવક
– ડિવિડન્ડની આવક વગેરે.
ખર્ચા : જ્યારે તમે આવકની ગણતરી કરી લો તે પછી તેમાંથી ખરેખર કપાતને પાત્ર હોય તેવા ખર્ચાઓની કપાત કરો, મોટાભાગના લોકો પોતાની આવક અનુસાર પીપીઍફ અને ઍનઍસસીમાં રોકાણ કરે છે. પણ તમારે ટેક્સ બચાવવા માટે હંમેશા રોકાણ કરવાની જરૂર નથી. કેટલાક ઍવા ખર્ચા પણ છે જે તમે પહેલાથી જ ચુકવી દીધા છે, અને તે તમારી ટેક્સની જવાબદારીઓને નીચે લાવવામાં મદદ કરશે. તમે જે પૈસાનું રોકાણ કરતા નથી પણ માત્ર બચાવો છો, તેને તમારે ઍવી પ્રોડક્ટ ભણી વાળવા જોઇઍ કે જે તમારા માટે યોગ્ય હોય, તે પછી તમે કલમ ૮૦સી દ્વારા મર્યાદિત રહેતા નથી. તેથી જો તમે નીચે જણાવેલી બાબતો પાછળ ઍપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ સુધીમાં પૈસા ખર્ચ્યા હોય અથવા તો ખર્ચવાના હોવ, તો તે રકમ તમારી કાચી કરપાત્ર આવકમાંથી કપાઇ શકે છે.
– તમારા બાળકો માટેની ટ્યુશન ફી : તમારા બાળકના ફુલટાઇમ અભ્યાસ માટે કોઇ પણ રજીસ્ટર્ડ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અથવા તો ભારતમાં આવેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાને ચુકવવામાં આવેલી ટ્યૂશન ફી આઇટી ઍક્ટની કલમ ૮૦ સી હેઠળ બાદ મળવાને પાત્ર છે. યાદ રાખો કે બે બાળકો સુધી જ ફીની રકમ તમને બાદ મળવાપાત્ર છે.
– ભાડાની ચુકવણી : જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ અને મકાનમાલિકને તમે ભાડું ચુકવતા હોવ, તે રકમ પણ બાદ મળવા પાત્ર છે. પગારદાર વ્યક્તિ તેમના નોકરીદાતા દ્વારા પૂરા પડાતા ઍચઆરઍ માફીનો દાવો કરી શકે છે જ્યારે વેપારી કે પછી જેમને ઍચઆરઍ માફી ન મળતી હોય તેવા પગારદાર વ્યક્તિ ઇન્ક્મ ટેક્સ ઍક્ટની કલમ ૮૦જીજી હેઠળ ભાડાની રકમ બાદ મેળવી શકે છે.
– મેડિકલ ઇન્શ્યુરન્સ : ઇન્કમ ટેક્સ ઍક્ટ અનુસાર તમારા હેલ્થ ઇન્શ્યુરન્સનું પ્રિમિયમ પણ કલમ ૮૦ડી હેઠળ બાદ મળવાને પાત્ર છે.
– હોમ લોન મુદ્દલ અને વ્યાજ : જો તમે તમારી હોમ લોનના હપતા ભરતા હોવ તો મુદ્દલ રકમની ચુકવણી તેમજ વ્યાજની ભરપાઇ બંને તમને બાદ મળવાને પાત્ર છે. મુદ્દલ રકમની પુન:ચુકવણી અંગે તમે ૧,૫૦,૦૦૦ સુધી કલમ ૮૦સી હેઠળ બાદ મેળવવાનો દાવો કરી શકો છો અને ૨ લાખ સુધીની વ્યાજની રકમ માટે તમારે કલમ ૨૪ હેઠળ દાવો કરવો પડશે.
– રહેણાંક મિલકત ની ખરીદી માટે કરાયેલી ચુકવણી : હોમ લોનના હપતાની સાથે, તમે જો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ઘર કે જમીન લીધી હોય તો ખરીદી સમયે સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી વગેરે સહિતની બાબતો માટે કરાયેલી ચુકવણી પણ બાદ મળવાને પાત્ર છે.
આ સિવાય હજુ પણ ઍવા ઘણાં ખર્ચા છે કે જેને તમે તમારી આવકમાંથી બાદ મેળવવાનો દાવો કરી શકો છો, જેમ કે ઍજ્યુકેશન લોન પર વ્યાજની ચુકવણી, ડોનેશનની ચુકવણી, દિવ્યાંગ લોકોને મળતુ બાદ વગેરે.
રોકાણની રકમનું મુલ્યાંકન કરો : જ્યારે તમે ખર્ચાનો વિભાગ પૂર્ણ કરી દો છો અને તમારી આવક પોસ્ટ ડિડક્શન પર આવી જાય છે ત્યારે તમારું તે પછીનું પગલું તમારી રોકાણની જરૂરિયાતનું મુલ્યાંકન કરવાનું રહેશે. જો તમે ઍમ જુઓ કે ટ્યુશન ફી, હોમ લોન મુદ્દલ, જીવન વીમા પોલીસી પ્રિમિયમ વગેરે પૂરા પાડ્યા પછી હજુ ૮૦સીની મર્યાદા બધી નથી વપરાઇ, ત્યારે તમારે તે ગેપને તમે રોકાણ સાથે પૂરી શકો છો.
ઍસેટ ઍલોકેશન : તમારુ ટેક્સ ઇન્વેસ્ટમેન્ટ ઍ કંઇ કર બચાવવાનું સાધન નથી. ઍ તો તમારા લાંબા ગાળાના લક્ષ્યાંકોને સાધવા માટેના સમગ્રતયા આયોજનનો ઍક ભાગ માત્ર છે. તેથી આ રોકાણ ચોક્કસપણે તમારા આદર્શ ઍસેટ ઍલોકેશન અુસારના હોવા જોઇઍ. તે તમારા ગોલ સાથે સંકળાયેલા હોવા જોઇઍ અને માત્ર ટેક્સ બચાવવા માટે કરવામાં આવેલા ફરજીયાત રોકાણ તરીકે ગણવા જોઇઍ.
કર બચત અને વેલ્થ ક્રિઍશન માટેની ઇઍલઍસઍસ યોજના : જ્યારે આપણામાંથી મોટાભાગના વર્ષોથી પીપીઍફ, કર બચાવતી ઍફડી, પરંપરાગત જીવન વીમા પોલીસી વગેરેમાં માં રોકાણ કરે છે, પણ આ પ્રોડક્ટ્સ ઘણી ઉણપો ધરાવે છે, જેમ કે વ્યાજદર સામાન્ય પણ ઘણો જ ઓછો હોય છે, તે લાંબા સમયગાળા સુધી લોક થઇ જાય છે અને તેનું વળતર પીપીઍફને બાદ કરતાં કરપાત્ર હોય છે. ત્યારે આવા સિનારીયોમાં રોકાણકારોઍ મ્યુચ્યુઅલ ફંડની ઇઍલઍસઍસ યોજનાને સ્વીકારી લેવી જોઇઍ, તે કલમ ૮૦સી હેઠળ બાદ મળવાને પાત્ર છે. લઘુતમ લોક ઇન ગાળો ૩ વર્ષ હોવા સાથે અન્ય પ્રોડક્ટ કરતાં તેનું વળતર ઘણું ઉંચુ હોય છે અને સાથે જ તે ટેક્સ ફ્રી પણ હોય છે.
ઍલટીસીજીઍસ : ૧ ઍપ્રિલથી ઇક્વીટી અને ઇક્વીટી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ લોંગ ટર્મ કેપિટલ ગેઇન (ઍલટીસીજીઍસ)ના ટેક્સેસન સંબંધે હાલના બજેટ પર કરાયેલી જોગવાઇ હેઠળની અસરમાં આવશે. તમારી ઍલટીસીજીઍસ રૂ. ૧ લાખથી વધુ હશે તો તે કરપાત્ર ગણાશે. પણ ૩૧મી જાન્યુઆરી સુધીમાં થયેલા તમામ ફાયદા પણ તેમાં ગણી લેવાશે. તેથી ટેક્સ પ્લાનિંગના હેતુથી ઍ પણ મહત્વનું છે કે તમે તેના માટે તમારા આર્થિક સલાહકાર સાથે સલાહ મસલત કરી લો.
તમારે આ બાબતે ચોક્કસ રહેવું પડશે, તમારા સલાહકાર સાથે બેસો, જે તમને વિવિધ રોકાણના વિકલ્પો માટે ગાઇડ કરશે અને તે તમારા માટે ખુબ જ યોગ્ય રહેશે. તેથી આ ઍકશનના સમયે તમે તમારા પ્લાન સાથે ચાલો. રોકાણ કરવાનું શરૂ કરો અને તેની સાથે જ તમે જે પણ ખર્ચો કરો છો તેની રસીદ ભેગી કરવા માંડો અને છેલ્લી ઘડી સુધી તમારે જે રોકાણ ટાળવાના છે તેને પણ ગણતરીમાં રાખો.

  • Related Posts