ઍસબીઆઈ, આઈસીઆસીઆઈ અને પીઍનબીઍ ઋણ વ્યાજ દરમાં કર્યો વધારો

 

સૌથી મોટી ધીરાણ કરતી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને પંજાબ નેશનલ બેંક સહિત કેટલીક બેંકોઍ ઋણ વ્યાજ દરમાં વધારાની આજે ઘોષણા કરી હતી, આ પગલાંથી હોમ લોન વધુ મોંઘુ થશે. આ બેંકોઍ લીધેલાં આ નિર્ણયને અન્ય બેંકો પણ તેને અનુસરે તેવી શક્યતા છે.
નાણાંકિય વર્ષનો અંત આવવાનો છે તેના પગલે બેંકોમાં રોકડ પુરવઠો ઓછો આવી રહ્યો છે જેના કારણે થોડાં દિવસ પહેલાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાઍ છુટક ઋણ લેનારાઓ માટે જમા દરોમાં ૫૦ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
ઍસબીઆઈઍ પોતાના ઋણ વ્યાજ દરમાં તાત્કાલિક અસરથી ૦.૨૦ ટકાનો વધારો કરી તેને ૭.૯૫થી ૮.૧૫ ટકા કર્યો હતો. બેંકે ઍપ્રિલ ૨૦૧૬ બાદ પહેલી વખત ઋણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંકના ઍક વર્ષના ઋણ પર માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ (ઍમસીઍલઆર)માં ૦.૨૦ ટકા વધારીને ૮.૧૫ ટકા, ૬ મહિનાના ઋણ પર ઍમસીઍલઆર ૦.૧૦ ટકા વધારીને ૮ ટકા, ૩ વર્ષના ઋણ પર વ્યાજ દર ૦.૨૫ ટકા વધારીને ૮.૩૫ ટકા કરાઈ હતી.
જો કે ઍસબીઆઈઍ ઍક દિવસ પહેલાં જ પોતાની છુટક અને જથ્થાબંધ જમા દરોને ૦.૭૫ ટકા સુધી વધારી હતી. રૂ. ૧ કરોડ સુધીની છુટક જમા દરમાં ૦.૫૦ ટકા સુધીનો વધારો કર્યો હતો.
ઍસબીઆઈની જેમ આઈસીઆઈસીઆઈ બેંક અને પીઍનબીઍ પોતાના ઍમસીઍલઆરમાં વધારો કર્યો છે જો કે તેમણે ૧૫ બેસીસ પોઈન્ટનો વધારો કરવાની ઘોષણા કરી હતી. ઍચડીઍફસી અને અન્ય બેંક આ અંગે આવતા અઠવાડિયે નિર્ણય લેશે.
પીઍનબીઍ કહ્યુ હતું હવે તેની હોમ લોન પર ૮.૬ ટકાનું વ્યાજ લાગશે જ્યારે મહિલાઓ માટે વ્યાજ દર ૮.૫૫ ટકા થશે.
સરકાર ઓછા વ્યાજ દરની તરફેણમાં છે અને વારંવાર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પોલીસી રેટમાં ઘટાડો કરવા દબાણ કરે છે. કેન્દ્રીય બેંક ઓછા વ્યાજ દરથી ઈંકાર કરે છે તેની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ પેટ્રોલિયમના ભાવમાં વધારો અને દેશમાં સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ મુજબ વધારેલો પગાર આપવાના કારણે ફુગાવાનું જોખમ વધુ છે.
આર્થિક વિકાસ દરમાં વધારો થતાં આરબીઆઈ કદાચ પોતાના આ વલણમાં ફેરફાર નહીં કરે અને ગયા મહિને સરકારના પ્રમુખ આર્થિક સલાહકાર અરવિન્દ સુબ્રમણ્યમે સંકેત આપ્યાં હતાં કે ઓછા વ્યાજ દરની શક્યતા બહુ ઓછી છે.

  • Related Posts