ઍટીપી રેન્કિંગમાં નડાલ ટોચ પર અને ફેડરર બીજા ક્રમે યથાવત

મેડ્રિડ : સ્પેનિશ ટેનિસ સ્ટાર રફેલ નડાલે સોમવારે જાહેર થયેલા ઍટીપી રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડનારોજર ફેડરરે પણ પોતાનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે. નડાલને જો ટોચના સ્થાનેથી ખસેડવો હોય તો ફેડરરે આ અઠવાડિયે રમાનારી રોટર્ડમ ઓપનમાં સેમીફાઇનલમાં પહોંચવું જરૂરી છે. નડાલ હાલ ઇજાને કારણે કોર્ટથી દૂર છે.

વર્ષનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ જીત્યા પછી ૨૦ ગ્રાન્ડસ્લેમ વિજેતા ફેડરરને નડાલથી આગળ જવા માટે માત્ર ૧૫૫ પોઇન્ટની જરૂર છે. ઓસ્ટ્રેલિયન ઓપન રનર્સઅપ ક્રોઍશિયાના મારિન સિલિચ ત્રીજા જ્યારે જર્મનીનો ઍલેકઝાન્ડર ઝ્વેરવ બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવને હટાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે સ્પેનના પાબ્લો કેરનો બુસ્તા આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટરોૅથી પાછળ ૧૦માં ક્રમે છે.
ઍટીપી રેન્કિંગ ટોપ ટેન
ક્રમ      ખેલાડી               દેશ                     પોઇન્ટ
૧        રફેલ નડાલ         સ્પેન                   ૯૭૬૦
૨       રોજર ફેડરર         સ્વિટઝરલેન્ડ        ૯૬૦૫
૩       મારિન સિલીચ     ક્રોઍશિયા             ૪૯૬૦
૪       ઍલેકઝાન્ડર        જર્મની                  ૪૪૫૦
૫       ગ્રિગોર દિમિત્રોવ  બલ્ગેરિયા           ૪૪૨૫
૬      ડોમિનિક થીમ ઓસ્ટ્રિયા           ૪૦૬૦
૭      ડેવિડ ગોફીન બેલ્જિયમ   ૩૪૦૦
૮      જેક સોક અમેરિકા ૨૮૮૦
૯      જુઆન માર્ટિન આર્જેન્ટિના ૨૮૧૫
૧૦    પાબ્લો બુસ્તા          સ્પેન                  ૨૭૦૫

  • Related Posts