ઍક ગરોળી ઍવી જેની કિંમત છે રૂ. ૧ કરોડ

પટના : બિહારના કિશનગંજમાં ઍક દુર્લભ પ્રજાતિની ગરોળીની દાણચોરીનો ભાંડો ફૂટ્યો છે. આ ગરોળીનો ઉપયોગ મર્દાનગી વધારનારી દવાઓમાં થાય છે. આ ગરોળીનું નામ ગીકો અથવ ટોકો છે. જે બે ગરોળી જપ્ત કરવામાં આવી છે તેની કિંમત અંદાજે બે કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. સૈન્ય જવાનો દ્વારા બે દાણચોરની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઍસઍસબી ૪૧મી બટૈાલિયનના સહાયક કમાન્ડન્ટ રાજીવ રાણાના નેતૃત્વમાં રચાયેલી ટીમે ગુરૂવારે પશ્ચિમ બંગાળના નક્સલવાડી અને પાણીટંકીની વચ્ચે આ કાર્યવાહી કરી હતી. તેમની પાસેથી જપ્ત કરાયેલી ગરોળી વનવિભાગને સોંપી દેવામાં આવી છે. ટોકો ઍક દુર્લભ પ્રજાતિની ગરોળી છે. જો ટોક કે જેવા અવાજો કાઢતી હોવાના કારણે ટોકો તરીકે ઓળખાય છે. તેના માસથી નપુંસકતા, ડાયાબિટીસ, ઍઇડ્સ અને કેન્સરની દવાઓ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ મર્દાનગી વધારવા માટે પણ કરવામાં આવે છે. ખાસ તો દક્ષિણ-પૂર્વ ઍશિયન દેશોમાં તેની વધુ પડતી માગ છે. ચીનમાં પણ ચાઇનીઝ ટ્રેડિશનલ મેડિસિનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

  • Related Posts