ઋત્વિક રોશને ૩.૮ કરોડની કાર ખરીદી

મુંબઈ : બોલિવુડ સ્ટાર્સ વૈભવી કારોના શોખીન હોય છે, આ જ કારણ છે કે તેમની પાસે દુનિયાના તમામ મોટા બ્રાન્ડસની કાર હોય છે. ઋત્વિક રોશને હાલમાં જ એસ્ટન માર્ટિનની રૈપિડ એસ કાર ખરીદી છે, દિલ્હીમાં આ કારની એક્સ શોરૂમ કિંમત ૩.૮ કરોડ રૂપિયા છે. ઋત્વિક બંને પુત્રો સાથે કારમાં ફરતાં નજરે પડયાં હતાં. તેમની કારનો રંગ સિલ્વર છે. ઉલ્લેખનીય છે કે એસ્ટન માર્ટિનનું રૈપિડ એસ મોડેલ ભારતમાં સૌથી વધુ વેચાય છે.

 

રૈપિડ એસ કારમાં ૬.૦ લીટરનું વ-૧૨ એન્જીન લાગેલું જે જે ૫૫૨ બીએચપી પાવર સાથે ૬૨૦ એનએમનું ટાર્ક જનરેટ કરે છે. તેમાં ૮ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયર છે. રૈપિડ એસ માત્ર ૪ સેકેન્ડમાં જ ૧૦૦ની સ્પીડ પર પહોંચી જાય છે તેની મહત્તમ ઝડપ ૩૨૭ કિ.મી. પ્રતિ કલાક છે.

  • Related Posts