ઊભા થઇને ગીત ન ગાવા બદલ પાકિસ્તાનમાં સગર્ભા ગાયિકાની લાઇવ શોમાં ગોળી મારી હત્યા

પાકિસ્તાનના લરકાના જિલ્લામાં ઍક વ્યક્તિઍ સગર્ભા ગાયિકાની લાઈવ શોમાં ગોïળી મારીને હત્યા કરી હતી કારણ કે ગાયિકાઍ તેની ફરમાઈશ પર ઉભા થઇને ગીત ગાયું ન હતું.

પાકિસ્તાનના ઍક સમાચાર પત્રમાં આવેલા અહેવાલ મુજબ ૨૪ વર્ષની ગાયિકા સમીના સમૂનની બે દિવસ પહેલાં ઍક કાર્યક્રમમાં તારિક અહમદ જટોઈ નામના વ્યક્તિઍ ગોïળી મારીને હત્યા કરી હતી, ત્યારે તે ત્યાં મોજૂદ લોકો માટે ગીત ગાઈ રહી હતી. સમીના ૬ મહિનાથી સંગર્ભા હતી.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં દેખાય છે કે સમીના સ્ટેજ પર બેસીને ગીત ગાઈ રહી છે અને કેટલાંક લોકો સ્ટેજ પર નોટ ઉડાવી રહ્યા છે ત્યારે જ ગાયિકાને ગોળી વાગે છે અને તે નીચે પડી જાય છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે કથિત રીતે તે નશામાં હતો.

  • Related Posts