ઉન્નાવ સામૂહિક બળાત્કાર કેસમાં ભાજપના આ ધારાસભ્ય વિરૂદ્ઘ દાખલ થઈ ચાર્જશીટ

  • 7
    Shares

ઉન્નાવ  સામૂહિક  બળાત્કાર મામલામાં  સીબીઆઈએ   ભારતીય  જનતા  પક્ષ (ભાજપ)ના  ઉન્નાવના  બાંગરમઉ બેઠકના  ઘારાસભ્ય કુલદીપ  સિંહ  સેંગર  વિરૂદ્ઘ આજે ચાર્જશીટ દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં સીબીઆઈએ  પીડિતાના પિતાની મારી-મારીને હત્યાના મામલામાં પાંચ લોકો વિરૂદ્ઘ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં કુલદીપ સિંહનો ભાઈ અતુલ સિંહ સેંગર પણ સામેલ છે.

સીબીઆઈએ  પીડિતા દ્વારા લગાવેલા આરોપોની પુષ્ટિ કરી હતી જેમાં તેણે કહ્યુ હતું કે ગયા વર્ષે ૪ જૂનના રોજ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો જે દરમિયાન તેની મહિલા સહયોગી શશિ સિંહ રૂમની બહાર પહેરો આપી રહી હતી.

ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર, શશિ સિંહ  અને અન્ય આરોપીઓને સીબીઆઈએ  આ વર્ષે ૧૩-૧૪ એ પ્રિલની રોજ પકડયાં હતાં. આ મામલે ચારેય તરફથી ટીકાનો સામનો કર્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે તપાસની જવાબદારી સીબીઆઈને સોંપી હતી.

 

  • Related Posts