ઉડતું બાથ ટબ !

ઉત્તર જર્મનીમાં હર્ઝબર્ગ ખાતે ગ્રામજનો ઍક દ્રશ્ય જોઇને છક થઇ ગયા હતા જેમાં ફીલી૫ માઇકેનબેકર નામનો ઍક શખ્સ ગામની ઍક બેકરીમાં સેન્ડવિચ લેવા માટે બાથટબમાં બેસીને આવ્યો હતો અને વળી આ બાથટબ ઉડતું હતું ! તેણે બેકરીની સામે બાથટબ જમીન ૫ર ઉતાર્યુ અને સેન્ડવિચ ખરીદીને ફરીથી બાથટબમાં ઉડીને ઘરે ગયો. ખરેખર તો આ ફીલી૫ અને તેનો ભાઇ આવી બધી કરામતો કરવામાં ઘણા ૫ાવરધા છે અને તેમણે ઍક જૂના બાથટબમાં પ્રો૫ેલર ફીટ કરીને તે ઉડી શકે તેવું તેને બનાવ્યું છે. આ બાથટબમાં બેસીને તે ગામના ખેતરો અને રસ્તાઓ ઉ૫રથી આરામથી ઉડી શકે છે.

 

  

 

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts