ઈરાને ક્રુડની આયાત મામલે ભારતને આપી મોટી ચેતવણી

  • 26
    Shares

 

ઈરાને વ્યુહાત્મક રીતે સ્થિત ચાબહાર બંદરના વિકાસમાં રોકાણ કરવાના પોતાના વચનને પૂર્ણ ન કરવા બદલ ભારતની ટીકા કરતાં કહ્યુ હતું કે જો નવી દિલ્હી તેની પાસેથી તેલ આયાતમાં કાપ મૂકે છે તો તેણે વિશેષાધિકાર ગુમાવવા માટે તૈયાર રહેવું જોઈએ .

ઈરાનના ઉપ રાજદૂતે મસૂદ રેજવાનિય રહાઘીએ  કહ્યુ હતું કે જો ભારત સાઉદી અરેબીયા, રશિયા, ઈરાક, અમેરિકા અથવા કોઈ અન્ય દેશ પાસેથી તેલ લેવાના પ્રયાસ કરે છે તો ઈરાન તેના વિશેષાધિકારને સમાપ્ત કરી દેશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચાબહાર બંદરના વિકાસ માટે ભારતે રોકાણનું વચન આપ્યું હતું પણ તેની સાથે જોડાયેલા પ્રોજેક્ટને હજુ સુધી પૂરાં કરવામાં આવ્યાં નથી.

એ વી આશા છે કે ભારત તાત્કાલિક ચાબહાર બંદરના વિકાસમાં સહયોગ કરશે અને જરૂરી પગલાં લેશે. ઉલ્લેખનીય છે કે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન માટે મધ્ય એ શિયાના અન્ય દેશો સાથે વેપાર કરવા માટે ચાબહાર બંદરને સોનેરી દ્વાર માનવામાં આવે છે.

મે ૨૦૧૬માં ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને એ ક સમજૂતી કરી ત્રણેય દેશો વચ્ચે ટ્રાજિટ અને ટ્રાન્સપોર્ટ કોરિડોરના રૂપમાં ચાબહાર બંદરનો વિકાસ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઈરાનથી તેલ આયાત પર અમેરિકી પ્રતિબંધોનો ઉલ્લેખ કરતાં રહાઘીએ  કહ્યુ હતું કે તેમનો દેશ ભારત માટે ેક વિશ્વસનીય ઉર્જા ભાગીદર રહ્યુ છે.

તેમણે કહ્યુ હતું કે જો ભારત ઈરાનથી તેલની આયાત ઘટાડશે તો તેણે ડોલર આયાત કરવું પડશે જેનો અર્થ છે કે સીએ ડી (ચાલુ ખાતાની ખાધ) અને ઈરાન દ્વારા આપવામાં આવેલા અન્ય વિશેષાધિકારથી વંચિત રહેવું પડશે.

 

  • Related Posts