ઈન્ડોનેશિયામાં ચર્ચો પર આત્મઘાતી હુમલાઓ, ૧૧ના મૃત્યુ ૪૧ ઈજાગ્રસ્ત

  • 16
    Shares

ઈન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેરમાં આજે ૩ ચર્ચ પર માસ સભા દરમિયાન આત્મઘાતી હુમલાઓ થયાં હતાં જેમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મૃત્યુ થયાં હતાં જ્યારે ૪૧ ઈજાગ્રસ્ત થયાં હતાં, લઘુમતી ખ્રિસ્તીઓ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે, ઍમ પોલીસે કહ્યુ હતું.
પ્રથમ હુમલો સુરાબાયમાં સાંતા મારિયા રોમન કેથોલીક ચર્ચ પર થયો હતો જેમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયાં હતાં આ હુમલામાં ઍકથી વધુ આત્મઘાતી હુમલાખોર સામેલ હતાં, ઍમ પોલીસના પ્રવક્તાઍ પત્રકારોને કહ્યુ હતું. આ હુમલાના થોડાં જ સમય બાદ દિપોનેગોરોના ક્રિસ્ટીયન ચર્ચ પર વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ શહેરના પેન્ટેકોસ્ટા ચર્ચમાં થયો હતો.

આ હુમલાઓ બાદ પ્રમુખ જોકો જોકોવી વીડોદો સ્થિતિની સમિક્ષા કરવા સુરાબયામાં પહોચ્યાં હતાં. વર્ષ ૨૦૦૦માં ક્રિસમસની પૂર્વ સંધ્યા પર ચર્ચો પર થયેલા શ્રેણીબદ્ઘ હુમલાઓ બાદ આ સૌથી મોટો હુમલો છે, વર્ષ ૨૦૦૦ના હુમલામાં ૧૫ લોકોના મૃત્યુ થયાં હતાં જ્યારે ૧૦૦ જેટલાં ઈજાગ્રસ્ત થયાં હતાં. અહીં ધાર્મિક રીતે લઘમતી સમુદાય ખાસ કરીને ખ્રિસ્તીઓ પર ત્રાસવાદીઓ અવાર નવાર હુમલા કરતાં હોય છે.
પોલીસના ઍક અધિકારીઍ નામ ન જણાવવાની શરત પર કહ્યુ હતું કે હુમલામાં ઓછામાં ઓછા ૫ લોકો સામેલ હતાં જેમાં ઍક મહિલા પણ હતી જેની સાથે બે બાળકો પણ હતાં. આ મહિલા બે બેગ લઈને દિપોનેગોરો ચર્ચમાં ગઈ હતી. અધિકારીઓઍ તેને અટકાવી હતી પણ તે બળપૂર્વક ચર્ચના આંગણામાં ઘુસી ગઈ હતી અને ઍક નાગરીકને ભેટી હતી ત્યારબાદ તરત જ વિસ્ફોટ થઈ ગયો હતો.

ઍક પ્રત્યક્ષદર્શી મુજબ બે વ્યક્તિ બાઈક પર સવાર થઈને સાંતા મારિયા ચર્ચના આંગણામાં બળપૂર્વક ઘુસી ગયાં હતાં ત્યારબાદ ત્યાં વિસ્ફોટ થયો હતો.
જકાર્તામાં ઈન્ડોનેશિયન ચર્ચ ઍસોસિઍશને આ હુમલાઓની નિંદા કરતાં લોકોને ધૈર્ય જાળવી રાખવા કહ્યુ હતું.

 

  • Related Posts