ઈંદૌર ભોપાલ દેશના સૌથી સ્વચ્છ શહેર

  • 35
    Shares

સતત બીજા વર્ષે ઈંદૌર અને ભોપાલ દેશના બે સૌથી સ્વચ્છ શહેર બન્યાં હતાં. આ વખતે પણ ઈંદૌરને પ્રથમ તો ભોપાલને બીજું સ્થાન મળ્યું હતું. ચંડીગઢ દેશનું ત્રીજા ક્રમનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરીઍ આજે આ પરિણામોની ઘોષણા કરી હતી.

૨૦૧૮ સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ દેશભરના ૪૦૪૧ શહેરોના સર્વે બાદ જારી કરાયા છે. ગયા વર્ષે ૪૩૪ શહેરમાં સર્વેક્ષણ કરાયું હતું જ્યારે આ વર્ષે ૨૦૪૧ શહેરોમાં સર્વેક્ષણ કરાયું હતું જેના કારણે સરકાર આ સર્વેને વિશ્વનો સૌથી મોટ સ્વચ્છતા સર્વેક્ષણ ગણાવી રહી છે.
૨૦૧૮ સર્વેક્ષણના પરિણામ

૧૦ લાખથી વધુ વસતીવાળા શહેર

સૌથી સ્વચ્છ શહેર: વિજયવાડા (ઈંદૌર, ભોપાલ અને ચંડીગઢની વસતી પણ ૧૦ લાખથી વધુ છે પણ દેશના સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર મળ્યાં બાદ તેમને આમાં રાખવામાં આવ્યાં ન હતાં. ઍક શહેરને માત્ર ઍક જ વર્ગમાં પુરસ્કાર અપાયો હતો)

સ્વચ્છતામાં સૌથી વધુ પ્રગતિ કરનાર શહેર: ગાઝિયાબાદ
લોકો મુજબ દેશનું શ્રેષ્ઠ શહેર: કોટા
ઈનોવેશન મામલે શ્રેષ્ઠ શહેર: નાગપુર
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મામલે શ્રેષ્ઠ શહેર: નવી મુંબઈ

૩ લાખથી વધુ પણ ૧૦ લાખથી ઓછી વસતીવાળા શહેર

સૌથી સ્વચ્છ શહેર: મૈસૂર, કર્ણાટક
સ્વચ્છતામાં સૌથી વધુ પ્રગતિ કરનાર શહેર: ભિવંડી, મહારાષ્ટ્ર
લોકો મુજબ દેશનું શ્રેષ્ઠ શહેર: પરમની, મહારાષ્ટ્ર
ઈનોવેશન મામલે શ્રેષ્ઠ શહેર: અલીગઢ, ઉત્તર પ્રદેશ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મામલે શ્રેષ્ઠ શહેર: બેંગ્લુરૂ, કર્ણાટક

૩ લાખથી ઓછી વસ્તીવાળા શહેર

સૌથી સ્વચ્છ શહેર: નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (ઍનડીઍમસી:
સ્વચ્છતામાં સૌથી વધુ પ્રગતિ કરનાર શહેર: ભુસાવલ, મહારાષ્ટ્ર
લોકો મુજબ દેશનું શ્રેષ્ઠ શહેર: ગિરિડીહ, ઝારખંડ
ઈનોવેશન મામલે શ્રેષ્ઠ શહેર: અંબિકાપુર, છત્તીસગઢ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મામલે શ્રેષ્ઠ શહેર: તિરૂપતિ, આંધ્ર પ્રદેશ

રાજ્યોની રાજધાની

સૌથી સ્વચ્છ રાજધાની: ગ્રેટર મુંબઈ
સ્વચ્છતામાં સૌથી વધુ પ્રગતિ કરનાર રાજધાની: જયપુર
લોકો મુજબ દેશની શ્રેષ્ઠ રાજધાની: રાંચી
ઈનોવેશન મામલે શ્રેષ્ઠ રાજધાની: પણજી
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મામલે શ્રેષ્ઠ રાજધાની: ગ્રેટર હૈદરાબાદ, તેલંગાણા

  • Related Posts