ઇશા અંબાણીની સગાઇ નિમિત્તે પાર્ટીમાં નીતાએ ડાન્સ કર્યો

  • 11
    Shares

મુંબઇ : અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની સગાઇ અજય પીરામલનાં પુત્ર આનંદ સાથે થઇ ચૂકી છે. સગાઇ નિમિત્તે પાર્ટીમાં બોલિવુડના ઘણાં સુપ્રસિધ્ધ કલાકારો પહોંચ્યા હતા. પાર્ટી મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલામાં યોજાઇ હતી. સગાઇ પાર્ટીનાં ઘણાં વિડિયો સોશિયલ મીડિયા પર ફેલાઇ રહયા છે.

ઍક વિડિયો ઍવો પણ છે જેમાં નીતા અંબાણી અને ઇશા અંબાણી ફિલ્મ ‘બાર બાર દેખો’ના ગીત ગાને નચ દે ને સારે’ પર ડાન્સ કરી રહી છે. આ વિડિયોને ખૂબ જ શેયર કરવામાં આવી રહયો છે અને બંનેના આ ખૂબસૂરત ડાન્સને ઘણો પસંદ કરવામાં આવી રહયો છે.

સગાઇની પાર્ટીમાં સચિન તેંડુલકર, રણબીર કપૂર, શાહરૂખ ખાન, કરણ જૌહર જેવા સુપ્રસિધ્ધ કલાકારોઍ ભાગ લીધો હતો. કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ હાજર હતા.

  • Related Posts