ઇન્ડિગો ૧૬ ઓગષ્ટથી છ શહેરોને જોડતી ૭ ફલાઇટને દેશના ૨૩ શહેરો સાથે જોડતી કનેકટીંગ ફલાઇટ આપશે

  • 120
    Shares

 

૧૬મી ઓગષ્ટે એ ટલે કે ૧ જ દિવસમાં ૭ શહેરનો જોડતી વિમાન સેવા શરુ કરવા જઇ રહેલી ઇન્ડિગો એ રલાઇન્સના ચીફ કોમર્શિયલ ઓફિસર વિલિયમ બોલ્ટરે સુરતમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે સુરતથી દિલ્હી, મુંબઇ, બેગ્લોર, હૈદરાબાદ, ગોવા, કોલકાતા, જયપુર ફલાઇટના એ ડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ સાંપડયો છે.

સુરતનો પેસેન્જર ગ્રોથ જોતા અમે ૧૬ ઓગષ્ટથી જ ૭ ફલાઇટ ડોમેસ્ટીક ૨૧ શહેરો અને ૨ ઇન્ટનેશનલ સિટીને કનેકટેડ સિંગલ પીએ નઆર ટિકિટ પર ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. ઇન્ટરનેશનલ ફલાઇટ દુબઇ અને દોહા જેવા શહેરોને સુરતથી કનેકટ કરશે.

જો કે આ ફલાઇટ વાયા મુંબઇ-દિલ્હી થઇ જવાની શકયતા છે. તેમણે કહ્યું હતું કે સુરત એ  અમારા માટે ૫૬મું ડેસ્ટિનેશન છે. અમે સુરત એ રપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રકચરથી ખુશ છે. સુરતથી શરુ થનારી ફલાઇટસ માટે એ રબસનો ઉપયોગ કરવામાં આવશે.

જેમાં મોટાભાગે ૧૮૯ શીટર વિમાનો હશે. અમારી વિમાન સેવાની સફળતા સુરતની કોમર્શિયલ અને બિઝનેશ કોમ્યુનિટી નક્કી કરશે. સુરતમાં અમારા આગમન સાથે બીજા ડોમેસ્ટીક પ્લેયરો સાથે એ રફેરને લઇ વ્યહાત્મક પ્રાઇસવોર જોવા મળશે. જેનો છેવટે લાભ પેસેન્જરને મળશે.

પોલીટીકલ પ્રેશરથી ઇન્ડિગો સુરતથી એ રઓપરેશન શરુ કરી રહ્યું નથી : સીસીઓ

ઇન્ડિગો એ રલાઇન્સના સીસીઓ વિલિયમ બોલ્ટરે રાજકીય દબાણથી સુરત એ રપોર્ટથી વિમાન સેવા શરુ થઇ રહી છે કે કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ઇન્ડિગો એ રલાઇન્સ બિઝનેશની સંભાવનાઓ ચકાસીને પોતાના વ્યપારીક હિત માટે વિમાન સેવા ચલાવે છે. અમે કોઇ રાજકીય દબાણથી કયાંય કોઇ વિમાન સેવા શરુ કરતા નથી. કોઇ એ વો દાવો કરતું હોય તો તે માનવાને પાત્ર નથી.

સુરતના એ રપોર્ટ અવેરનેસ ગ્રુપ અને બિઝનેશ સંગઠનો દ્વારા અમને વિમાન સેવા શરુ કરવા માટે રજુઆતો મળી હતી. પરંતુ અમે અમારા કોમર્શિયલ રીસર્ચ ડિપાર્ટમેન્ટના રીપોર્ટ મુજબ જ જે તે શહેરોને જોડતી વિમાન સેવા શરુ કરવા જઇ રહ્યા છે.

ઇન્ડિગો એ રલાઇન્સના સુરતથી ભવિષ્યના આયોજનો

– ઇન્ડિગોના ચીફ કોમર્શિયલ ઓફિસર વિલિયમ બોલ્ટરે જણાવ્યું હતું કે ૧૬મી ઓગષ્ટથી ૬ શહેરોને જોડતી ૭ ફલાઇટ અને ૧ સપ્ટેમ્બરથી સુરત-કોલકાતાની ફલાઇટ શરુ થશે. આ ૭ ફલાઇટ થકી સુરતના પેસેન્જરોને ૨૩ ફલાઇટની કનેકટીવીટી મળશે. સુરત એ રપોર્ટથી અમારુ ફેઝ ૧ શરુ થશે. જો અહિં અમને સફળતા મળશે તો ૯થી ૧૨ મહિનામાં ફેઝ-૨માં બીજા શહેરોને જોડતી ફલાઇટ કનેકટીવીટી આપીશું.

– વારાણાસી અને લખનઉની ફલાઇટ માટે સુરતના સંગઠનોનો આગ્રહ છે. પરંતુ કેટલીક ટેકનિકલ બાબતને કારણે અમે તેને ફેઝ-૧માં સમાવી શકયા નથી. ફેઝ-૨ વખતે આ બે સ્ટેશન અમારી પ્રાયોરીટીમાં રહેશે.

– અમારુ આયોજન સુરતથી કાર્ગો સુવિધા શરુ કરવા માટેનું પણ છે. ડિસેમ્બર સુધીમાં સુરત એ રપોર્ટ પર કાર્ગો ટર્મિનલ તૈયાર થતા જ આ સુવિધા શરુ કરવા અમે ઉત્સુક છીએ .

– ઇન્ડિગો મુંબઇ એ રપોર્ટ પર ઓછા વિમાનો નાઇટમાં પાકિઝ્ગ કરે છે. અમારી રણનીતિ ટુ ટાયર સિટીના એ રપોર્ટ પર વિમાન પાર્ક કરવા માટેની છે. સુરતમાં આ સુવિધા મળશે તો તેનો ઉપયોગ કરીશું.

– સુરતની ડાયમંડ અને ટેક્ષટાઇલ સિટીની ઓળખ અમારા ધ્યાનમાં છે. સુરત એ રપોર્ટ ઇન્ટરનેશનલ એ રકનેકટેવીટી માટે સજ્જ થશે તે પછી અમે સુરતથી ઇન્ટરનેશનલ ફલાઇટ માટેનું પણ આયોજન કરીશું. ૬ મહિનામાં અમે નવા ૪૦થી ૫૦ વિમાન એ -૩૨૧ની ડિલિવરી લઇ રહ્યા છે. અમારી ગણત્રી છે કે ડોમેસ્ટીક એ રલાઇન્સ માર્કેટ બમણું થઇ શકે તેમ છે.

સુરતથી જયપુરની ફલાઇટ ૩ દિવસની રહેશે

ઇન્ડિગો એ રલાઇન્સ માત્ર સુરતથી જયપુરની ફલાઇટ સપ્તાહમાં ૩ દિવસની રાખશે. આ ફલાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે જયપુર જશે. જયપુર માટે પણ ૧૮૯ શીટર વિમાન ઓપરેટ કરશે.

 

  • Related Posts