ઇન્ડિગો એરલાઇન્સ બે-ત્રણ માસમાં સુરત એરપોર્ટથી વિમાન સેવા શરુ કરે તેવી શકયતા

  • 204
    Shares

બધુ બરાબર રહ્યું તો ઇન્ડિગો એરલાઇન્સ ઓગષ્ટના અંતમાં અથવા સેપ્ટેમ્બરના પ્રારંભમાં સુરત એરપોર્ટથી વિમાન સેવા શરુ કરશે. ઇન્ડિગો દ્વારા વડોદર અને અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન સેવા માટે સ્ટાફની નિમણુંક કરી દેવામાં આવી છે. વડોદરામાં સ્ટેશન મેનેજરની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.

ઇન્ડિગો એરલાઇન્સ ઓછામાં ઓછી ત્રણ ફલાઇટ શરુ કરે તેવી શકયતા છે. ઇન્ડિગોનું આયોજન સુરત એરપોર્ટથી વિમાન સેવા શરુ કરવાનું છે. એક અંદાજ પ્રમાણે ૧૮ ઓગષ્ટ સુધી સુરત એરપોર્ટથી વિમાન સેવા શરુ કરવા એરલાઇન્સ કંપનીએ પ્લાનીંગ કર્યું  હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઇન્ડિગો દ્વારા સુરત એરપોર્ટ માટે પણ સ્ટાફની પસંદગી કરવામાં આવી છે. આ સ્ટાફને જુલાઇથી ઓપરેશન માટે તૈયાર રહેવાનું જણાવવામાં આïવ્યું છે.

ટુ ટાયર સિટીમાં દેશમાં સૌથી વધુ પેસેન્જર ગ્રોથ સુરતમાં જોવા મળતા એરઇન્ડિયા, સ્પાઇસ જેટ, એર એશિયા પછી હવે ઇન્ડિગો એરલાઇન્સ સુરત એરપોર્ટથી વિમાન સેવા શરુ કરવા તૈયારી કરી રહ્યું છે.

 

 

 

 

 

  • Related Posts