ઇઝરાયલના વડાપ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ

ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તેમની સામે કેસ દાખલ કરવા માટે દરખાસ્ત આપવામાં આવી છે. જોકે તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવા સાફ ઇનકાર કરી દીધો છે. બેંજામિન નેતન્યાહુ પર કથિત રીતે ભ્રષ્ટાચારના બે કેસો દાખલ થઈ શકે છે. બેંજામિન પર હોલીવુડ નિર્માતા ઓરનોન મિલકેન પાસેથી લાંચ લેવાનો અને મીડિયાને પોઝિટિવ કવરેજ માટે મોંઘા ગિફ્ટ આપવાનો આરોપ લાગ્યો છે

પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે એમની પાસે વડાપ્રધાન વિરુદ્ધ પૂરતા સબૂત છે. તેમના પર લાંચ લેવાનો, છેતરપિંડી અને વિશ્વાસ તોડવા જેવા આરોપોમાં કેસ દાખલ કરી શકાય છે

  • Related Posts