આર્જેન્ટીનાની પ્રેક્ટિસ દરમિયાન મેસી માટે ચાહકોનું ગાંડપણ જોવા મળ્યુ

  • 11
    Shares

 

આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમે વર્લ્ડકપની તૈયારી માટે અહીં પોતાની પ્રેક્ટિસ કરવા માટે પહોંચી હતી ત્યારે લગભગ ૪૦૦ પ્રશંસકો ટીમના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન લિયોનલ મેસીની ઍક ઝલક જોવા માટે ઍકત્ર થઇ ગયા હતા.

ટીમે જ્યારે કલાક સુધી અહીં પ્રેક્ટિસ કરી ત્યારે ચાહકોઍ ‘મેસી મેસી’ની બુમો પાડીને તેનું સ્વાગત કર્યુ હતું. અહીં પહોંચેલા દર્શકો મેસીના મુખવટા, બાર્સિલોના અને આર્જેન્ટીનાના ધ્વજની સાથે જોવા મળ્યા હતા.

પ્રેક્ટિસ સેશન પૂર્ણ થતાંની સાથે જ પાંચ વારના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો બેલોન ડિયોર ટાઇટલ જીતનારા મેસીના ઓટોગ્રાફ મેળવવા માટે ચાહકોઍ તેને ઘેરી લીધો હતો. રશિયામાં આર્જેન્ટીનાના રાજદૂત અર્નેસ્ટો લાગોરિયો પણ પ્રેક્ટિસ સેશન જોવા માટે આવ્યા હતા.

  • Related Posts