આરએસએસ આ કેસ મામલે રાહુલ સામે ચલાવશે ખટલો

  • 15
    Shares

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) માનહાનિ કેસમાં કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી મંગળવારે થાણેની ભિવંડી કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે તેમને આ કેસમાં ભારતીય દંડ સંહિતાની ધારા ૪૯૯ અને ૫૦૦ (માનહાનિ) અંતર્ગત આરોપી માન્યા હતાં.

કોર્ટમાં સુનાવણી સમયે રાહુલે જણાવ્યું હતું કે હું નિર્દોષ છું. આપને જણાવી દઇએ  કે રાહુલે આર.એ સ.એ સ. પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ મૂકયો હતો. ત્યારપછી સંઘના એ ક કાર્યકર્તાએ  તેમની વિરુધ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

રાહુલ ગાંધી આજે સિવિલ જજ એ .આઇ. શેખ સમક્ષ હાજર થયા હતા. જજે તેમની સામેના આરોપો વાંચી સંભળાવ્યા હતા. ને પૂછયું કે આરોપો સ્વીકાર છે? જવાબમાં રાહુલે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.

કોર્ટે ત્યારબાદ રાહુલ સામે આઇપીસીટીની કલમ ૪૯૯ (બદનક્ષી) અને ૫૦૦ (બદનક્ષી માટેની સજા) હેઠળ આરોપો ઘડયા હતા. આગામી સુનાવણી ૧૦મી ઓગષ્ટ નકકી કરી હતી. અને એ  દિવસથી ખરો ખટલો ચાલશે.

કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ રાહુલે કહ્યું કે તેઓ ફરી કોર્ટમાં હાજર થશે. આરએ સએ સને અને ભાજપને મારી સામે જેટલા કેસ કરવા હોય તે કરવા દો. અમે લડી લઇશું. તેમની સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અભિષેક ચવાણ ને બીજા કેટલાંક પાર્ટી નેતા હતા.

 

  • Related Posts