આનંદ પિરામલ ગાશે ” મેરા સસરા બડા પૈસેવાલા “

  • 102
    Shares

રીલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી બાદ હવે પુત્રી ઈશા અંબાણીના પણ લગ્ન નક્કી થઈ ગયા છે. આ વર્ષના આનતે અંબાણીના ઘરે શહણાઈ વાગશે.

સૂત્રો મુજબ ઈશાના લગ્ન ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થશે. લગ્ન ભારતમાં જ યોજાશે. ઈશા અને આનંદ લાંબા સમયથી એકબીજાના પરિચયમાં છે. સૂત્રો મુજબ આનંદે ઈશાને મહાબળેશ્વર મંદિરમાં લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો હતો.

આનંદ પિરામલ બિઝનેસ સ્કૂલથી ગ્રેજ્યુએટ છે. હાલના સમયે તેઓ પિરામલ એન્ટરપ્રાઇઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. બિઝનેસ સ્કૂલથી પાસ થયા બાદ આનંદે બે સ્ટાર્ટઅપ શરૂ કર્યા હતા.

  • Related Posts