આદ્યુનિકતા તરફ્ની દોડની સાથે શિક્ષણમાં પણ બદલાવ આવી રહ્યો છે.

  • 8
    Shares

સુરત ઉજ્જવળ ભાવિ માટે અભ્યાસ અંતર્ગત અત્યંત મહત્વની ગણાતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા સારા માર્કસ સાથે ઉર્તીણ થાય તે માટે વાલીઓ પોતાના સંતાનોને ડે-બોર્ડીગ સ્કુલમાં મુકી રહ્યા છે. સ્કુલના સમય ઉપરાંત વધારાનો અભ્યાસ સ્કુલમાં જ કરાવવામાં આવી રહો હોવાથી વિદ્યાર્થીઓ પોતાનું ધાર્યુ પરિણામ મેળવવામાં સફ્ળ થઇ રહા હોવાથી તેનું ચલણ દિવસે-દિવસે વધી રહ્યું છે.
અભ્યાસમાં કચાશ નહિ રહે અને સારૂ પરિણામ મેળવી શકાય તે માટે સ્કુલની સાથે વિદ્યાર્થીઓ ટયુશન કલાસમાં જતા હોય છે. જેથી ખાનગી ટયુશન સંચાલકોનો રાફ્ડો ફટયો છે અને ઠેરઠેર કલાસીસ ધમધમતા થઇ ગયા છે. જો કે હવે ખાનગી ટયુશન કલાસોની સામે ધોરણ ૧૦ અને ૧૨ માં ડે-બોર્ડીગ સ્કુલ ઍકટીવ થઇ છે. શહેરના વરાછા, અડાજણ, કતારગામ, અમરોલી, ઉત્રાણ, પુણાકુ ંભારીયા, નાનપુરા, ઉધના, પાંડેસરા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ડે-બોર્ડીગ સ્કુલ શરૂ થઇ ગઇ છે. સ્કુલના સમય બાદ વિદ્યાર્થીને ૩૦ થી ૪૫ મિનીટનો બ્રેક આપવામા ં આવે છે અને ત્યાર બાદ વિદ્યાર્થીને સ્કુલના જ વિષય નિષ્ણાંત શિક્ષકો ઍકથી દોઢ કલાકના કલાસ લે છે. વિદ્યાર્થીઍ દિવસનો મોટા ભાગનો સમય સ્કુલમાં જ વીતાવવાનો હોવાથી કોઇ પણ ડિફ્ીકલટી હોય ગણતરીની મિનીટોમાં જ શિક્ષકો સોલ્યુશન કરી આપે છે. વાલીઓના મતે ડે-બોર્ડીગ સ્કુલથી તેમના સંતાનોનો સમય બગડતો નથી અને તેમને ખરાબ સંગતથી પણ બચાવી શકાય છે.

કયા-કયા વિસ્તારમાં ડે બોર્ડીગ સ્કુલનું ચલણ વધુ
ડે-બોર્ડીગ સ્કુલનું ચલણ શહેરભરમાં જો સૌથી વધુ હોય તો તે છે વરાછા વિસ્તારમાં. માર્ચ ૨૦૧૮ ના બોર્ડના જાહેર થયેલા પરિણામમાં સારા માર્કસ સાથે રેન્કીંગ કરનાર વિદ્યાર્થીઓ મોટા ભાગના ડે-બોર્ડીગ સ્કુલના છે. વરાછા પછી બીજા ક્રમે છે અમરોલી, ઉત્રાણ, પુણા, અડાજણ, કતારગામ, ઉધના સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓની દોડધામ ઓછી થાય છે અને આર્થિક ફાયદો થશે: મીતાબેન વકીલ (ભુલકા વિહાર સ્કુલ)
ભુલકા વિહાર સ્કુલના સંચાલિકા મીતાબેને જણાવ્યું હતું કે સ્કુલના ૫ કલાક પછી બાળકો ઘરે જાય છે અને ત્યાર પછી અલગ-અલગ વિષયના ટયુશન જતા હોય છે. દરેક વિષયના અલગ ટયુશન હોવાથી વિદ્યાર્થીઓ સતત દોડતા રહે છે અને કાળજી રાખવા માટે વાલીઓઍ મોબાઇલ ફોન પણ આપવા પડે છે. મોબાઇલ આપવાથી બાળકો સાથે ન્યુસન્સ આવવાની શકયતા વધી જાય છે. પરંતુ ડે-બોર્ડીગ સ્કુલમાં બાળકોનો સમય બચી જાય છે અને ખરાબ સંગતથી દુર રહે છે ઉપરાંત આર્થિક રીતે પણ ફાયદો થાય છે.

સમય બચે છે અને બાળકો ખરાબ સંગતથી બચી શકે છે: કામીની શૈલેષ પટેલ (વાલી)
ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું વર્ષ હોવાથી માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ વાલીઓ પણ પોતાના શીડયુલ્ડ બદલતા હોય છે જેથી સંતાનોનો અભ્યાસ બગડે નહિ. વાલીઓ ઍવું ઇચ્છતા હોય છે કે પોતાનું બાળક અલગ-અલગ વિષયના નિષ્ણાંત પાસે ટયુશન જશે તો તેનો આવવા-જવાનો સમય બગડશે. પરંતુ જો તેને સ્કુલના જ શિક્ષકો દ્વારા સ્કુલમાં જ ટયુશન જેવો અભ્યાસ કરવાનો મળી જતો હોય તો બહાર જઇને સમય વેડફ્વાની શું જરૂર છે. ઉપરાંત ખાનગી ટયુશન સંચાલકોની તગડી ફ્ી સામે ડે-બોર્ડીગ સ્કુલની ફ્ી નું ધોરણ પણ નીચું છે. જેથી સમયના બચાવની સાથે આર્થિક ફયદો ઍટલે કે ઍક સાથે ડબલ ફયદા થાય છે.

  • Related Posts