આજે રાજય સભામાં ત્રિપલ તલાક બિલ રજૂ નહીં થશે

  • 10
    Shares

સંસદ ના ચોમાસુ સત્ર ના છેલ્લા દિવસે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માં અંદર અંદર લડાઇઓ ચાલી રહી છે સરકાર ની તરફ થી સંશોધિત ત્રિપલ તલાકના બિલ ને રજૂ કરી તેને પાસ કરવાની જોરશોર થી રજૂઆત થઈ રહી હતી તો ત્યાં જ કોંગ્રેસ તરફ થી બધા વિપક્ષ ના નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે વિપક્ષના નેતાઓના  વિરોધ ની સામે સરકારે નમતું મૂકવું પડ્યું. હવે રાજ્યસભાનું બિલ સાંસદ ના આગળ ના સત્રમાં જ રજૂ થશે.

શુક્રવારે જ્યારે સંસદ ની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસે રાફેલ નો મુદ્દો ઉઠાવ્યો અને જબરજસ્ત વિરોધ પણ કર્યો.એના પછી કેટલાક વિપક્ષ ના પક્ષો આ ત્રિપલ તલાક નો વિરોધ કર્યો હતો.આ વિરોધ ના લીધે રાજ્યસભાને 2.30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.ત્યાર પછી આગળ ની કાર્યવાહીઓ શરૂ  કરવામાં આવી હતી.

ગુરુવારે જ મોદી કેબિનેટમાં  આ બિલમાં સુધારો કરવામાં આવ્યો હતો જેના પછી જ આ બિલ પાસ થશે એવી અપેક્ષા રાખવામા આવી હતી.પરંતુ વિપક્ષો ના વિરોધ ના લીધે આ બિલ રજૂ થઈ શક્યું નહીં.આ પહેલા કોંગ્રેસે આ બિલ માં અનેક ભૂલો કાઢી હતી.જેના પછી બિલ માં સુધારો કરવામાં આવ્યો હતો.

ટીએમસી ના સંસદ ડેરેક ઑ બ્રાયન ને કહ્યું છે કે શુક્રવારે પ્રાઇવેટ બિલો પર ચર્ચા થાય છે,આવામાં સરકાર ત્રિપલ તલાક બિલ કઈ રીતે લાવી શકે,એમના સિવાય આનંદ શર્મા, રામગોપાલ યાદવે આ બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો હતો.સરકારે આ સમય માં રાજસભામાં સંશોધિત બિલ ની કોપી બધા સભ્યોને વહેચી.

 

 

.

 

 

  • Related Posts