આજે ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે જામશે ફાઇનલ પ્રવેશનો જંગ

  • 6
    Shares

રોમેલુ લુકાકુ, કેવિન ડી બ્રુઇન અને ઇડન હઝાર્ડ સહિતના સ્ટાર ખેલાડીઓવાળી બેલ્જિયમની ટીમ ફિફા વર્લ્ડકપમાં આવતીકાલે પ્રથમ સેમી ફાઇનલમાં ફ્રાન્સ સામે જ્યારે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો વિજય મેળવીને પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશવાનો હશે. બેલ્જિયમની ટીમ ૩૨ વર્ષના લાંબા ગાળા પછી ફિફા વર્લ્ડકપની સેમી ફાઇનલમાં પહોંચી છે અને તે પોતાને મળેલી આ તકને ઍમ જ વેડફવા નથી માગતું. જા કે ફિફા વર્લ્ડકપમાં ઍકવાર ચેમ્પિયન બની ચૂકેલી ફ્રાન્સ જેવી મજબૂત ટીમને હરાવવી તેના માટે મોટો અને આકરો કહી શકાય તેવો પડકાર છે. ૧૯૯૮માં પ્રથમવાર વર્લ્ડકપ જીતનારી ફ્રાન્સની ટીમને વર્લ્ડકપના પ્રારંભથી ટાઇટલની દાવેદાર ગણવામાં આવે છે.

હાલના ફિફા વર્લ્ડકપમાં બેલ્જિયમની ટીમે અત્યાર સુધી જોરદાર પ્રદર્શન કર્યુ છે અને તેણે પોતાની તમામ મેચ જીતી છે. બેલ્જિયમ વતી રોમેલુ લુકાકુ અત્યાર સુધીમાં ચાર ગોલ કરીને પોતાની ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવતો રહ્યાં છે, તે જ્યારે ગોલ કરી નથી શક્યો ત્યારે તેણે સહાયકની ભૂમિકા પણ સારી રીતે ભજવી છે અને બ્રાઝિલ સામેની મેચમાં ઍ સારી રીતે જાવા મળ્યું હતું. લુકાકુ ઉપરાંત કેવિન ડી બ્રુઇન અને ઇડન હેઝાર્ડ પણ જારદાર પ્રદર્શન વડે ફોરવર્ડ લાઇનને મજબૂતાઇ આપી છે.

 

બેલ્જિયમન ટીમનું ડિફેન્સ આ વર્લ્ડકપમાં શ્રેષ્ઠ રહ્યાં છે અને ગોલકીપર થિબો ક્વરતુવાઍ મહત્વના તબક્કે જારદાર બચાવ કરીને પોતાની ટીમના વિજયમાં મહત્વનો ફાળો આપ્યો છે. ફ્રાન્સની ટીમે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પાંચ વિજય અને ઍક ડ્રો સાથે સેમી ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે અને બંને આક્રમક રમત વડે હરીફોને હંફાવતા હોવાથી જંગ રોમાંચક બની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર ફ્રાન્સને હંફાવવા માટે રોમેલુ લુકાકુ, કેવિન ડી બ્રુઇન અને ઇડન હઝાર્ડની ત્રિપુટી તૈયાર છે અને સામા પક્ષે ફ્રાન્સ માટે કિલીયન ઍમ્બાપ્પે અને ઍન્ટોની ગ્રીઝમેન ઉપરાંત રાફેલ વરાન અને સેમ્યુઅલ ઉમ્તીતીનું પ્રદર્શન ચાવીરુપ બની રહેશે.

 

  • Related Posts