સુરતની જનતાની લડત છેવટે રંગ લાવી : સુરત એરપોર્ટને કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટનો દરજ્જો મળ્યો

  • 444
    Shares

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્ષિસ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટે સુરત એરપોર્ટને કસ્ટમ નોટીફાઇડ જાહેર કરતું જાહેરાનામું પ્રસિદ્ઘ કર્યું  છે.

સીબીઆઇટીસી ડિપાર્ટમેન્ટ દ્વારા સુરત એરપોર્ટ માટે નોટીફિકેશન નંબર ૫૧/૨૦૧૮-કસ્ટમનું જાહેરનામું ૮ જૂનના રોજ જાહેર કરવામાં આïવ્યું હતું. આ જાહેરનામું ગેઝેટમાં પ્રસિદ્ઘ થયા પછી વિધિવત રીતે વિધિવત રીતે સુરત એરપોર્ટ દેશના કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટની કેટેગરીમાં સ્થાન પામશે. સુરત એરપોર્ટને લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તે માટે સુરત એરપોર્ટના માજી એપીડી પ્રમોદ ઠાકરે ભરચક પ્રયાસો કર્યા હતા. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, વિ વર્ક ફોર વકિઝ્ગ એરપોર્ટ એટ સુરત, સુરત એરપોર્ટ એકશન કમિટિ અને સુરતના સાંસદોએ કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટ માટે કેન્દ્ર સરકારમાં ભરચક રજુઆતો કરી હતી. તેના પરિણામ સ્વરૂપે સુરતને કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે.

સુરત એરપોર્ટને અંડર સેકશન ૭ અને કસ્ટમ એકટ ૧૯૬૨ હેઠળ કસ્ટમ નોટીફાઇડ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે રાજયના બજેટમાં સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશનની સુવિધાઓ માટે ૧ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

  • Related Posts