આઈઆરસીટીસી હોટેલ મામલે સીબીઆઈએ લાલુ વિરૂદ્ઘ ચાર્જશીટ દાખલ કરી

  • 10
    Shares

 

સીબીઆઈઍ આજે પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ અને અન્યો વિરૂદ્ઘ આઈઆરસીટીસીના બે હોટેલના પ્રબંધન કરાર ઍક ખાનગી કંપનીને આપવામાં થયેલાં ભ્રષ્ટાચારના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી હતી, ઍમ અધિકારીઓઍ જણાવ્યું હતું.

બિહારના પૂર્વ મુખ્ય મંત્રી લાલુ પ્રસાદના પત્ની રાબડી દેવી અને તેમના પુત્ર સહિત ૧૪ લોકોના નામ સીબીઆઈઍ અદાલતમાં દાખલ કરેલી ચાર્જશીટમાં સામેલ કર્યા હતાં. તપાસ સંસ્થાઍ હાલમાં જ બિહારની પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીની આ સંબંધમાં પૂછપરછ કરી હતી.

આરોપ છે કે લાલુ પ્રસાદે રેલવે પ્રધાન તરીકે ઈન્ડિયન રેલવે કેટરીંગ ઍન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા સંચાલિત રાંચી અને પુરીમાં આવેલા બે હોટેલના રખરખાવનો કરાર સુજાતા હોટેલ્સને આપ્યો હતો જે માટે કંપનીઍ તેમને પટનામાં પોશ વિસ્તારમાં ૩ ઍકડનો પ્લોટ આપ્યો હતો, આ કંપની વિનય અને વિજય કોચ્ચરની માલિકીની છે.

ઍફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે લાલુ પ્રસાદે પોતાના પદનો દુરુપયોગ કરતાં કોચ્ચર ભાઈઓને લાભ પહોંચાડયો હતો અને તેના બદલે બેનામી કંપની ડિલાઈટ માર્કેટીંગ કંપની પાસે ઉંચી િંકમતની જમીન મેળવી હતી.

સુજાતા હોટેલ્સને ટેન્ડર મળી ગયાં બાદ ૨૦૧૦ અને ૨૦૧૪ વચ્ચે ડિલાઈટ માર્કેટીંગ કંપનીની માલિકી સરલા ગુપ્તાથી રાબડી દેવી અને તેજસ્વી યાદવને આપી દેવાઈ હતી, આ સમય દરમિયાન લાલુ પ્રસાદે રેલવે પ્રધાનના પદેથી રાજીનામું આપી દીધું હતું.

  • Related Posts