આઈઆઈટીના પરાગ અગ્રવાલ બન્યાં ટ્વીટરના નવા ચીફ ટેકનીકલ ઓફિસ

માઈક્રોબ્લોિંગગ સાઈટ ટ્વીટરે પરાગ અગ્રવાલને પોતાના નવા ચીફ ટેકનીકલ ઓફિસર (સીટીઓ) નિયુક્ત કર્યા છે. વર્ષ ૨૦૧૬માં ઍડમ મેસિંગરે આ પદ છોડયું હતું. આઈઆઈટી મુંબઈના છાત્ર પરાગે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીથી કમ્પ્યુટર સાયંસમાં પીઍચડી કરી છે.
ટ્વીટર વેબસાઈટ મુજબ સીટીઓના પદ પર પરાગ કંપનીની તકનીકી રણનીતિનું નેતૃત્વ કરશે. પરાગની જવાબદારી મશીન લનિઝ્ગ, ટ્વીટરના ગ્રાહકો અને રાજસ્વ ઉત્પાદ અને ઈન્ફાસ્ટ્રકચર ટીમની દેખરેખ રહેશે. પરાગ ૨૦૧૧માં ઍડ ઍન્જીનિયર તરીકે ટ્વીટર સાથે જોડાયાં હતાં. તેમને હાલમાં જ પ્રતિષ્ઠિત સોફ્ટવેર ઍન્જીનિયરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે ઍડ સિસ્ટમ વધારવા માટેના પ્રયાસોની જવાબદારી ઉઠાવી હતી. તેમણે ઓનલાઈન મશીન લનિઝ્ગ માટે પણ ઍક પ્લેટફોર્મ તૈયાર કર્યુ હતું. પરાગે ડાટા રીસર્ચના ક્ષેત્રમાં મોટા સ્તર પર કામ કર્યુ છે. તે માઈક્રોસોફ્ટ રીસર્ચ, યાહુ રીસર્ચ અને ઍટી ઍન્ડ ટી લેબ્સ જેવી મોટી કંપનીઓ સાથે જોડાયાં હતાં. ટ્વીટરમાં પરાગના યોગદાનોમાં આર્ટિફિશલ ઈન્ટેલિજેન્સનો ઉપયોગ કરી ટ્વીટર યુઝર્સની ટાઈમલાઈન્સમાં ટ્વીટસનું વાજબીપણું વધારવાના પ્રયાસ સામેલ છે.

  • Related Posts