આઇસીસી સ્ટ્રેટેજિક ગ્રુપના રિપોર્ટમાં બંડખોર જૂથની રચના બાબતે ચિંતા વ્યક્ત કરાઇ

  • 9
    Shares

આઇસીસીના વ્યુહાત્મક કાર્યકારી ગ્રુપ (ઍસડબલ્યુજી)ના ઍક રિપોર્ટ અનુસાર હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ જે ૧૮ પડકારોનો સામનો કરી રહ્યું છે તેમાં બંડખોર ક્રિકેટ સંસ્થાની રચનાના પ્રયાસ, સૂચિત ટી-૧૦ ફોર્મેટ અને બ્રોડકાસ્ટર્સનો ઘટતો જતો રસના મુદ્દાને સામેલ કરવામાં આવ્યા છે.

ઍસડબલ્યુજી આ મુદ્દાઓ પર ગુરૂવારે અહીં બીસીસીઆઇ સાથે ચર્ચા કરશે. સમુહ દ્વારા તૈયાર કરાયેલો આ રિપોર્ટ સમાચાર સંસ્થા પીટીઆઇ પાસે છે.

ઍસડબ્લુયુજીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ડેવિડ પીવર, બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી, સિંગાપોરના ઇમરાન ખ્વાજા, ક્રિકેટ સાઉથ આફ્રિકાના પેટ્રિસિયા કરમબામી, વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના ડેવ કેમરન અને મહિલા પ્રતિનિધિ ક્લેરી કોનોર સામેલ છે.

આ ગ્રુપ બીસીસીઆઇના હોદ્દેદારો કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના, કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને કોષાધ્યક્ષ અનિરુદ્ઘ ચૌધરીને ક્રિકેટ માટે વૈશ્વિક વ્યુહરચના અંગે માહિતગાર કરશે. બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ ગુપ્તતા જાળવવાની શરતે કહ્યું હતું કે હા, આઇસીસી સામે કેટલાક જોખમો છે.

હાલમાં પ્રતિબંધિત ઍવા ઍક માજી ક્રિકેટ પ્રશાસકની સાથે ઍક ભારતીય ટીવી ચેનલ અને ઓસ્ટ્રેલિયન વકીલે સમાંતર વૈશ્વિક સંસ્થાની રચના માટે ઘણાં ખેલાડીઓ અને અધિકારીઓનો સંપર્ક કર્યો છે. તેમણે તે સમયે તેને ઓપરેશન વોટરશેડ નામ આપ્યુંં હતું ઍવું આ અધિકારીઍ કહ્યું છે.

તેમણે કહ્યું હતું કે આ લોકો દરેક દેશમાં ઍક સમાંતર ઍસોસિઍશનની રચના કરવા માગે છે અને ખેલાડીઓને મોટી રકમની દરખાસ્ત આપી રહ્યા છે. તે હજુ શરૂ થયું નથી પણ ફરી ઍવું નહીં કરે તેનું કોઇ કારણ દેખાતું નથી.

આઇસીસીઍ પોતાના રિપોર્ટમાં કોઇનું નામ નથી લીધુ, પણ ૨૦૧૬માં આવેલા અહેવાલોમાં કહેવાયું હતું કે સસ્પેન્ડેડ આઇપીઍલ કમિશનર લલિત મોદીઍ સમાંતર સંસ્થાની રચના માટે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનો સંપર્ક કર્યો છે, જોકે તે સમયે આ વાત માત્ર ઍક અફવા સાબિત થઇ હતી.

આઇસીસીના વ્યુહાત્મક કાર્યકારી ગ્રુપ (ઍસડબલ્યુજી)ના ઍક રિપોર્ટ અનુસાર હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ જે ૧૮ પડકારોનો સામનો કરી રહ્યું છે તેમાં બંડખોર ક્રિકેટ સંસ્થાની રચનાના પ્રયાસ, સૂચિત ટી-૧૦ ફોર્મેટ અને બ્રોડકાસ્ટર્સનો ઘટતો જતો રસના મુદ્દાને સામેલ કરવામાં આવ્યા છે.

ઍસડબલ્યુજી આ મુદ્દાઓ પર ગુરૂવારે અહીં બીસીસીઆઇ સાથે ચર્ચા કરશે. સમુહ દ્વારા તૈયાર કરાયેલો આ રિપોર્ટ સમાચાર સંસ્થા પીટીઆઇ પાસે છે.

ઍસડબ્લુયુજીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ડેવિડ પીવર, બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી, સિંગાપોરના ઇમરાન ખ્વાજા, ક્રિકેટ સાઉથ આફ્રિકાના પેટ્રિસિયા કરમબામી, વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના ડેવ કેમરન અને મહિલા પ્રતિનિધિ ક્લેરી કોનોર સામેલ છે.

આ ગ્રુપ બીસીસીઆઇના હોદ્દેદારો કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના, કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને કોષાધ્યક્ષ અનિરુદ્ઘ ચૌધરીને ક્રિકેટ માટે વૈશ્વિક વ્યુહરચના અંગે માહિતગાર કરશે. બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ ગુપ્તતા જાળવવાની શરતે કહ્યું હતું કે હા, આઇસીસી સામે કેટલાક જોખમો છે.

હાલમાં પ્રતિબંધિત ઍવા ઍક માજી ક્રિકેટ પ્રશાસકની સાથે ઍક ભારતીય ટીવી ચેનલ અને ઓસ્ટ્રેલિયન વકીલે સમાંતર વૈશ્વિક સંસ્થાની રચના માટે ઘણાં ખેલાડીઓ અને અધિકારીઓનો સંપર્ક કર્યો છે.

તેમણે તે સમયે તેને ઓપરેશન વોટરશેડ નામ આપ્યુંં હતું ઍવું આ અધિકારીઍ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ લોકો દરેક દેશમાં ઍક સમાંતર ઍસોસિઍશનની રચના કરવા માગે છે અને ખેલાડીઓને મોટી રકમની દરખાસ્ત આપી રહ્યા છે.

તે હજુ શરૂ થયું નથી પણ ફરી ઍવું નહીં કરે તેનું કોઇ કારણ દેખાતું નથી. આઇસીસીઍ પોતાના રિપોર્ટમાં કોઇનું નામ નથી લીધુ, પણ ૨૦૧૬માં આવેલા અહેવાલોમાં કહેવાયું હતું કે સસ્પેન્ડેડ આઇપીઍલ કમિશનર લલિત મોદીઍ સમાંતર સંસ્થાની રચના માટે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનો સંપર્ક કર્યો છે, જોકે તે સમયે આ વાત માત્ર ઍક અફવા સાબિત થઇ હતી.

  • Related Posts