આઇસીસી વનડે રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાઍ નંબર વનનુ સ્થાન મજબૂત કર્યુ

૧૪ : દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વનડેમાં મળેલા વિજયનો ભારતને રેન્કિંગમાં પણ ફાયદો થયો છે અને ફરી ઍકવાર ટીમ ઇન્ડિયા નંબર વન પર પહોંચી ગઇ છે. ટીમ ઇન્ડિયાઍ આ સિરીઝ વિજય સાથે આઇસીસી રેન્કિંગમાં ૧૨૨ રેિંટંગ્સ પોઇન્ટ સાથે નંબર વનનું સ્થાન મજબૂત કર્યુ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ આ પરાજયને કારણે ૧૨૧ રેટિંગ્સ પોઇન્ટ પરથી ૧૧૮ પર આવી જતા તે બીજા સ્થાને સરકી ગયું છે. સિરીઝની છઠ્ઠી વનડે શુક્રવારે રમાવાની છે અને તેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી જશે તો પણ ભારત નંબર વનના સ્થાને યથાવત રહેશે. જો ભારત અંતિમ વનડે જીતીને સિરીઝ ૫-૧થી કબજે કરશે તો તેના ૧૨૩ પોઇન્ટ થઇ જશે જ્યારે દક્ષિણ આફ્રિકાના ૧૧૭ થશે.
આ તરફ મંગળવારના પરિણામે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની વનડે સિરીઝને પણ રસપ્રદ બનાવી છે, શુક્રવારે દક્ષિણ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચેની મેચનું પરિણામ ગમે તે આવે પણ જો ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ સામેની તમામ મેચ જીતી જશે તો ઇયોન મોર્ગનની ટીમ બીજા ક્રમે આવી જશે અને દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને સરકી જશે. આ ઉપરાંત અફઘાનિસ્તાનની ટીમ મંગળવારે શારજાહમાં ત્રીજી વનડે જીતીને રેન્કિંગમાં ઝીમ્બાબ્વેથી ઉપર ૧૦માં ક્રમે આવી ગઇ છે. તેણે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ૧૯ ફેબ્રુઆરીઍ પૂર્ણ થતી સિરીઝ જીતવી પડશે.
આઇસીસી વનડે રેન્કિંગ
ક્રમ ટીમ પોઇન્ટ રેટિંગ્સ
૧ ભારત ૭૪૨૭ ૧૨૨
૨ દ.આફ્રિકા ૬૮૪૦ ૧૧૮
૩ ઇંગ્લેન્ડ ૬૮૭૧ ૧૧૬
૪ ન્યુઝીલેન્ડ ૬૫૫૦ ૧૧૫
૫ ઓસ્ટ્રેલિયા ૬૩૭૬ ૧૧૨
૬ પાકિસ્તાન ૪૮૭૭ ૯૬
૭ બાંગ્લાદેશ ૩૫૧૮ ૯૦
૮ શ્રીલંકા ૬૦૬૩ ૮૪
૯ વેસ્ટઇન્ડિઝ ૩૨૬૦ ૭૬
૧૦ અફઘાનિસ્તાન ૧૮૯૯ ૫૩
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts