E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

આઇસીસી વનડે રેન્કિંગમાં બુમરાહ નંબર વનનું સ્થાન જાળવવાનો પ્રયાસ કરશે

શનિવારથી અહીં શરૂ થઇ રહેલા ઍશિયા કપ દરમિયાન ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઇસીસી વનડે બોલિંગ રેન્કિંગમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બુમરાહે કહયું હતું કે યુઍઇમાં ઍશિયા કપ મહત્વપૂર્ણ છે અને હું ખરેખર સર્વશ્રેષ્ષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયાર છું. તેણે કહયું હતું કે આઇસીસી બોલિંગ રેન્કિંગમાં ટોચ પર રહેવું મારા માટે ગર્વની વાત છે. અમે કેટલાક ટોચના ખેલાડીઅો સામે રમશુ અને હું જાણું છું કે પરિસ્થિતિ પડકારજનક રહેશે પણ મને મારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા છે.
બુમરાહ સહિત ઘણાં અન્ય ખેલાડી ઍશિયા કપમાં પોતાના રેન્કિંગમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે તેમજ આ ટુર્નામેન્ટનો ઉપયોગ આવતા વર્ષે થનારા વિશ્વકપની તૈયારી માટે પણ કરશે. બુમરાહ હાલમાં અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનથી ૨૦ પોઇન્ટ આગળ છે. આ ઉપરાંત સ્પિનર કુલદીપ યાદવ છઠ્ઠા અને યજુવેન્દ્ર ચહલ નવમા સ્થાને છે ત્યારે તેઅો ટોપ ટેનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. પાકિસ્તાનનો હસન અલી પણ બે સ્થાન ઉપર ચઢીને ટોચ પર પહોંચવાનો પ્રયાસ કરશે.

Latest

કાનપુર પાસે કાલિંદી ઍક્સપ્રેસમાં બ્લાસ્ટ, કોઇ જાનહાનિ નહીં
જાસૂસી મામલે જેલમાં બંધ પાકિસ્તાની કેદીની જયપુર જેલમાં હત્યા
દક્ષિણ કોરિયામાં પીઍમ મોદીઍ મહાત્મા ગાધીની પ્રતિમાનુ અનાવરણ કર્યુ
આઇઍલ ઍન્ડ ઍફઍસ કટોકટી : ઇડીના છ સ્થળોઍ દરોડા
કાપડ માર્કેટમાં હવે સર્જિકલ સ્ટ્રાઇક-ટુ અને હેન્ડ ગ્રેનેડની બિલબુક!
‘સ્ટેચ્યુ’ને ધાનાણીઍ ભંગાર કહેતા ગૃહમાં ધમાલ
આર્મી ચીફ બિપિન રાવતે તેજસથી ભારે ઉડાણ
સરકારની વેબસાઇટમાં સ્ક્રેપનો ઉલ્લેખ નથી તેમ છતાં ધાનાણીની જૂઠાણાથી બધાને ગેરમાર્ગે દ ....
મસૂદ અઝહર અને હાફિઝ સઇદને અંડરગ્રાઉન્ડ થઇ જવા પાકિસ્તાન સેનાની સૂચના
ફરીથી સજી રહી છે દેશની પહેલી મારૂતિ ૮૦૦