આઇસીઆઇસીઆઇ બેન્કની સીઇઓ ચંદા કોચર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પડી

વિડિયોકોન ગ્રૂપના પ્રમુખ વેણુગોપાલ ધૂતને આઇસીઆઇસીઆઇ બેન્ક તરફથી આપવામાં આવેલી 3250 કરોડની લોનના મામલે બેન્કની સીઇઓ ચંદા કોચર અને તેમના પતિની મુશ્કેલીઓ વધી શકે છે. ચંદા કોચર સહિત ત્રણ વિરુદ્ધ સીબીઆઇએ લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે.

આ કેસ બાબતે તપાસ કરી રહેલી સીબીઆઇ ટીમે બુધવારે ચંદા કોચરના દિયર રાજીવ કોચર સાથે લાંબી પૂછપરછ કરી હતી. દિપક કોચરના ભરી રાજીવ કોચરની સીંગપુર સ્થિત ફાયનેન્શિયલ કંપની અવિસ્તા એડ્વાયઝરી સવાલોના ઘેરામાં છે.

આરોપ છે કે આ કંપનીએ કંપનીએ પાછલા છ સાત  વર્ષમાં કંપનીઓના લગભગ 1.5 અરબ ડોલરની વિદેશી મુદ્રા લોન ને રીસ્ટ્રક્ચરનું કામ મળ્યું હતું . સંયોગથી બધી કંપનીઓ આઇસીઆઇસીઆઇ બેન્કની કરજદાર હતી. આવા જ એક ડીલમાં કર્જદારોની લીડ બેન્ક આઇસીઆઇસીઆઇ હતી

 

વિડીયોકોન લોન મામલે હવે સીબીઆઇ આઇસીઆઇસીઆઇ બેન્કની સીઇઓ ચંદા કોચરની પણ પૂછપરછ કરી શકે છે. સીબીઆઇના એક વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલને બતાવ્યુ હતું કે સીબીઆઇ આ મામલે ચંદા કોચરનું નિવેદન નોંધાશે

  • Related Posts