આઇપીએલમાં પાંચમી વાર ૫૦૦થી વધુ રન કરીને વિરાટે વોર્નરનો રેકોર્ડ તોડ્યો

  • 19
    Shares

આઇપીઍલની ૧૧મી સિઝનમાં સોમનારે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીઍ પાંચમીવાર આઇપીઍલમાં ૫૦૦થી વધુ રન બનાવીને ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો હતો અને તેની સાથે જ ઍક કેપ્ટન તરીકે આઇપીઍલમાં સર્વાધિક રન કરવાના મામલે તે ગૌતમ ગંભીરને ઓવરટેક કરીને બીજા સ્થાને પહોંચી ગયો હતો.

કેપ્ટન તરીકે સર્વાધિક રન કરવા મામલે ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પહેલા નંબરે છે.

વિરાટ કોહલીઍ ગઇકાલની મેચમાં ૨૮ બોલમાં નોટઆઉટ ૪૮ રન બનાવ્યા હતા અને ઍ સાથે જ આઇપીઍલ ૧૧માં તેના નામે ૧૨ મેચમાં કુલ ૫૧૪ રન બોલે છે. આ સાથે પાંચમી વાર વિરાટે આઇપીઍલમાં ૫૦૦થી વધુ રન કર્યા છે.

તેણે ડેવિડ વોર્નરના ચાર વાર ૫૦૦થી વધુ રન કરવાના રેકોર્ડને તોડ્યો હતો. આ મામલે સુરેશ રૈના, ક્રિસ ગેલ અને ગૌતમ ગંભીર સંયુક્ત રૂપે ત્રીજા નંબરે છે. વોર્નરે ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન સતત ચાર વાર ૫૦૦ કે તેથી વધુ રન કર્યા છે.

કેપ્ટન તરીકે વિરાટે આઇપીઍલમાં કુલ ૩૫૩૦ રન બનાવ્યા છે અને તેણે ૩૫૧૮ રન બનાવનારા ગંભીરને ત્રીજા ક્રમે ખસેડીને પોતે બીજા ક્રમે પહોંચી ગયો છે. ધોની ૩૬૮૩ રન સાથે ટોચના ક્રમે છે, જ્યારે રોહિત શર્મા ૨૨૬૯ રન સાથે ચોથા ક્રમે છે.

વિરાટના નામે આમ તો આઇપીઍલની કુલ ૧૬૧ મેચમાં ૪૯૩૨ રન બોલે છે, પણ કેપ્ટન તરીકે તેણે ૩૫૩૦ રન બનાવ્યા છે. જ્યારે ધોનીના નામે ૧૭૧ મેચમાં ૩૯૭૪ રન છે, જેમાંથી કેપ્ટન તરીકે તેણે ૩૬૮૩ રન બનાવ્યા છે.

  • Related Posts